કોરોના સંક્રમણ:સંત કબીરના 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં સ્કૂલ 15 દિવસ માટે બંધ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેસોમાં વધારો થતાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઘટાડો
  • બરોડા ઓએનજીસીની છાત્રા, બ્રાઇટ વાસણાનો કર્મી પોઝિટિવ

કોરોનાના કેસોમાં વધારો થતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઘટાડો નોંધાયો છે. સંત કબીરના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. બરોડા ઓઓનજીસીની ધોરણ 9 ની વિદ્યાર્થીની તથા બ્રાઇટ વાસણાનો કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરએ માથું ઉચકયું છે અને કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાના કેસો વધવાના કારણે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી રહી છે. ખાસ કરીને ધોરણ 1 થી 5 ના વિભાગમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા નથી.

મોટા ભાગે ખાનગી સ્કૂલોમાં તો પ્રાથમીક વિભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ જ મેળવી રહ્યા છે સતત વધી રહેલા કેસો વચ્ચે વાલીઓ ચિંતત જણાઇ રહ્યા છે જેથી બાળકોને ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ડીઇઓ કચેરી પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં વધુ ત્રણ સ્કૂલોના બાળકો અને કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. જેમાં સંત કબીરના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા સ્કૂલ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

બરોડા ઓઓનજીસીની ધોરણ 9 ની વિદ્યાર્થીની પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવામાં આવી છે. બ્રાઇટ વાસણાનો કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સ્કૂલોમાં સંક્રમણ વધી રહ્યું છે. તમામ શાળાના કર્મચારીઓએ કોરોનાની રસીના બે ડોઝ લઇ લીધા છે છતાં સંક્રમિત થતાં ચિંતાનું મૌજુ ફરી વળ્યું છે.

સ્કૂલ ઓફલાઇન શિક્ષણ માટે દબાણ કરે તો તેની સામે ફરિયાદ થવી જોઇએ
સ્કૂલોમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સુરક્ષા માટે સ્કૂલો ઓનલાઇન કરી દેવી જોઇએ. ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને રસીના બંને ડોઝ અપાઇ ન જાય ત્યાં સુધી ઓનલાઇન ભણાવવા જોઇએ. જો સ્કૂલ સંચાલકો ઓફલાઇન માટે દબાણ કરે તો તેમની સામે પગલા ભરવા જોઇએ. - કિશોર પીલ્લાઇ, પ્રમુખ,વાલી મંડળ

અન્ય સમાચારો પણ છે...