તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ગટરનાં પાણી માર્ગ પર રેલાતાં ત્રસ્ત થયેલા રહીશોના દેખાવ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગટરના પાણી ભરાતાં ત્રસ્ત સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
ગટરના પાણી ભરાતાં ત્રસ્ત સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • અટલાદરા-બિલ રોડ પર 15 દિવસથી દુર્ગંધ મારતું તળાવ બની ગયું
  • પાલિકા તંત્ર અને કોર્પોરેટરોને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

શહેરના અટલાદરા બીલ રોડ પર ગટરના પાણી રોડ પર રેલાતા ત્યાં દુર્ગંધ મારતું તળાવ બની ગયું હતું અને તેનો સ્થાનિક રહિશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના ઘણા મોટા દાવા કરવામા આવે છે પરંતુ પાલિકાનું તંત્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેવુ જણાઇ રહ્યું છે. પાલિકામાં 7 ગામો સહિતના નવીન વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સ્થાનિકો પાસેથી વેરો પણ લેવામા આવે છે. પરંતુ પાલિકા તંત્ર તેઓને પ્રાથમિક સુવિધાઓ આપવામા નિષ્ફળ રહે છે.

શહેરના બિલ અટલાદરા કેનલ રોડ પર આવેલા પરમ ગ્રીન્સ ખાતે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ઊભી થઇ છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારના રોડ ઉપર ગટરના પાણીના તળાવો ભરાઇ ગયા છે. જેના કારણે સ્થાનીક રહેવાસીઓને અવર જવર માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, આવા પાણી ભરાઇ રહેવાને કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ વધી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકા તંત્ર તથા સ્થાનીક કોર્પોરેટરોને રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી.જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ ભેગા મળી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...