તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વાદળછાયા માહોલ વચ્ચે કેટલાક સ્થળે છાંટા પડ્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રી નજીક પહોંચ્યો
  • સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ

દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોચી જતા તેની અસર વડોદરામાં પણ વર્તાઈ રહી છે. શહેરમાં સવાર થી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં કાળા વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. જ્યારે દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યાં હતાં. બીજી તરફ શહેરમાં પશ્ચિમની દિશાથી 13 થી 15 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતા.

શહેરમાં ગુરૂવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 38.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 29 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને બપોરે 51 ટકા નોંધાયું હતું. અને શહેરમાં પશ્ચિમની દિશાથી એવરેજ 13 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.

જૂન મહિનામાં જ અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશનની અસરના પગલે ચોમાસાને અસર પહોચી હતી. જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં તાઉ-તે વાવાઝોડું ફુંકાયું હતું. પરંતું વાવાઝોડાના પગલે ચોમાસાને કોઈ અસર ન થઈ હોવાનું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યાં છે. વામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસુ ગુજરાતમાં 1 દિવસ વહેલું પ્રવેશ્યું છે. જ્યારે વડોદરામાં પણ ચોમાસુ વહેલું પ્રવેશે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...