તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 કરોડનું કૌભાંડ:બંધ કરાયેલા 1 લાખ જૂના સિમકાર્ડથી કૌભાંડ આચર્યું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના સિમકાર્ડથી ખાનગી કંપનીના કાર્ડ દ્વારા ખરીદીનું કારસ્તાન
  • 2 કરોડનું કૌભાંડ હોવાની પોલીસને શંકા, વધુ એક પકડાયો

પ્રતાપનગર રોડ પર રહેતા યુવકની જાણ બહાર તેના જૂના બંધ કરાયેલા સિમકાર્ડનો ઉપયોગ કરી એક લાખ યુવકના બેંક ખાતામાંથી કપાવી દીધા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અગાઉ 2 શખ્સને ઝડપી પાડયા બાદ સુરતના એક વધુ ગઠીયાને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, ભેજાબાજોએ 1 લાખ બંધ થયેલા જૂના મોબાઇલ નંબરનો ડેટા લીધો હતો અને તેના આધારે તેઓ ખાનગી કંપનીના કાર્ડ દ્વારા 2 કરોડ રુપીયાનું કૌંભાડ આચરવાના હતા. પોલીસે 1 લાખ બંધ મોબાઇલ નંબરનો ડેટા કબજે કરી તપાસ શરુ કરી હતી.

તપાસમાં મુળ યુપીનો પણ સુરતમાં રહેતા જયપ્રકાશ દિનેશ શુક્લાની સંડોવણી જણાતા પોલીસે તેની તપાસ કરતાં બહાર આવ્યું હતું કે તે અગાઉ ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે પોતાના આઇડી પરથી બંધ થયેલા સીમ કાર્ડના આધારે ખાનગી કંપનીનુંકાર્ડ એક્ટીવ છે કે કેમ તે ચેક કરીને રાકેશને આપતો હતો. જયપ્રકાશ કાર્ડ ધારકનીતમામ માહિતી તથા નામ સરનામું મોકલતો હતો અને તેના આધારે ભાર્ગવ આ મોબાઇલ નંબર બીજાના નામે ઇસ્યુ કરાવી રાકેશને આપતો હતો અને રાકેશ ઓનલાઇ્ન ખરીદી કરી લેતો હતો.

રાકેશે ભાર્ગવ પાસેથી 1 લાખ બંધ મોબાઇલ નંબર લીધા હતા અને નંબરો પર ખાનગી કંપનીનું કાર્ડ એક્ટીવ છે કે કેમ તે ચકાસવા જયપ્રકાશને આપ્યા હતા. જયપ્રકાશના લેપટોપમાં રહેલા આ 1 લાખ નંબરનો ડેટા પોલીસે કબજે કર્યા હતા, તેમની પાસેથી વધુ 8 સીમ કાર્ડ પણ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...