કેમિકલ કૌભાંડીઓમાં ફફડાટ:વડોદરા નજીક રણોલી ઔદ્યોગિક વસાહતમાંથી કેમિકલ સંગ્રહખોરીનું કૌભાંડ ઝડપાયું, કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કર્યા

વડોદરા8 દિવસ પહેલા
કેમિકલના જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબજે કરી જવાહર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી.

શહેર નજીક રણોલી ખાતે પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન પર શહેર પોલીસ તંત્રના ઝોન 1 એલસીબી પોલીસે દરોડો પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. વગર પરવાનગીએ ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન અંગે જીપીસીબી દ્વારા વધુ તપાસ કરશે.

કેમિકલ ધંધા ઉપર પોલીસની ચાપતી નજર
ઉલ્લેખનીય છે કે, તાજેતરના લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉન પર પોલીસે નજર રાખવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેર નજીક રણોલી ખાતેથી કેમિકલ સંગ્રહખોરીનુ કૌભાંડ ઝડપાતા કેમિકલ કૌભાડીઓમા ફફડાટ ફેલાય ગયો છે. ઘટના સ્થળેથી પકડાયેલો તમામ મુદ્દામાલ જવાહર નગર પોલીસને સુપ્રત કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે. જ્યારે કેમિકલ ગોડાઉન ચલાવનારાઓની પોલીસે તપાસ આદરી છે. પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ વિગત એવી છે કે તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. લઠ્ઠામાં ઝેરી કેમિકલ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેથી રાજ્યભરની પોલીસ તમામ નાના-મોટા કેમિકલના ગોડાઉનો તથા વેપારીઓ શોધવા માટે ચાંપતી નજર રાખી રહી છે.

ઝોન 1 એલસીબી પોલીસને બાતમી મળી હતી
મળેલી માહિતી મુજબ પીપડા ધોવાની આડમાં ગોડાઉનની અંદર કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી થતી હોવાની જાણ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. જેથી પીપડા ધોવાનુ ગોડાઉન શોધવા અંગે રણોલી ખાતે સઘન તપાસ પોલીસે શરૂ કરી હતી. તપાસ દરમિયાન પીપડા ધોવાની આડમાં કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી થતી હોવાનુ પોલીસને ગોડાઉનમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન રેડ.
પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન રેડ.

વોટર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે
પરિણામે પોલીસે ઘટના સ્થળેથી કેમિકલના જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબજે કરી જવાહર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી આદરી છે. સમગ્ર મામલે જાણ કરાતા જીપીસીબી દ્વારા વધુ તપાસ કરશે એમ પોલીસે જણાવ્યું હતું. ગોડાઉનમાં કેમિકલના જથ્થાની સંગ્રહખોરી કરનારાઓની પોલીસે વોટર એક્ટ ૧૯૭૪ અને હેઝાડર્સ વેસ્ટ રુલ્સ એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પીપ ધોવાના છ યુનિટો કાર્યરત છે
આ ગોડાઉનનું પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવશે. જરુર પડે સિલીંગ કરી દેવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી જીપીસીબીની ધ્યાન બહાર કાળો કારોબાર ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એકમ ચલાવનાર સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે. ડ્રમ ડીકોન્ટાનિમેશનના 6 એકમ રજીસ્ટર્ડ છે. શંકાસ્પદ એકમ ચલાવનાર અને સ્થળ માલીક કોણ છે તે દિશામાં તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...