ગંદા પાણીની સમસ્યા:SC મોરચાના પ્રમુખે કહ્યું, કોર્પોરેટર અને અધિકારીઓ સાંભળતા જ નથી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રોડ પર છેલ્લા એક વર્ષથી ગંદા પાણીની સમસ્યા
  • સ્થાનિક રહીશોની વિરોધ દર્શાવી પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માગ

શહેરના વાઘોડિયા રોડ પર જય અંબે નગરના લોકો છેલ્લા એક વર્ષથી ગંદા પાણીની સજા ભોગવી રહ્યા છે. રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ 15ના ભાજપના જ એસસી મોરચાના પ્રમુખે પણ પાલિકાના અધિકારીઓ અને કાઉન્સિલર સામે નારાજગી ઠાલવી હતી. શહેરના વાઘોડિયા રોડ પર આવેલા જય અંબે નગરમાં છેલ્લા એક વર્ષથી લોકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. વોર્ડ 15માં આવતા જય અંબે નગરમાં રહેતા નાગરિકોએ ગંદા પાણીની સમસ્યાને પગલે શનિવારે મોડી રાતે વિરોધ દર્શાવ્યો હતો.

વોર્ડ 15ના ભાજપના જ એસસી મોરચાના પ્રમુખ હિતેશ પરમારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગંદું પાણી આવે છે. અનેકવાર તંત્રને રજૂઆતો કરી, ઓનલાઈન ફરિયાદ કરી છે તેમજ સ્થાનિક ભાજપના કાઉન્સિલરોને રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગટર બ્લોક થઈ છે. કોઈ અધિકારી સાંભળતા નથી અને કોઈ કાઉન્સિલર સમસ્યાનો નિકાલ લાવતા નથી. તંત્ર વહેલી તકે નિકાલ લાવવામાં આવે તેવી માગ સ્થાનિક લોકોએ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...