તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધશ્રદ્ધાનો વિચિત્ર કિસ્સો:મહીસાગરના બાવાના સાલિયા ગામે છાતીએ ચૂડેલ બેઠી છે તેવું કહી પિતાએ દીકરી પર છુટ્ટી કુહાડી ફેંકી, પુત્રીનું માથું ફાટતા સારવાર અર્થે ખસેડાઈ

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પિતાએ કુહાડી મારતાં ઘાયલ થયેલી પુત્રીને સયાજીમાં ખસેડાઈ હતી. - Divya Bhaskar
પિતાએ કુહાડી મારતાં ઘાયલ થયેલી પુત્રીને સયાજીમાં ખસેડાઈ હતી.
 • યુવતી અને તેની બહેનના લગ્ન પૂર્વે રવિવારે બનેલી ઘટના

મહીસાગર જિલ્લાના બાવાના સાલિયા ગામમાં સોમવારે પુત્રીના લગ્ન થવાના હતા તે પૂર્વે પિતાએ ચુડેલ છાતી પર બેઠી હોવાનું માની કુહાડીનો ઘા કરતાં પુત્રીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પુત્રીને સયાજીમાં ખસેડાઈ હતી.

આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતો પર લોકોને વિશ્વાસ છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફ વેઠે છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે. આવો જ એક વિચિત્ર કિસ્સો મહીસાગરના સંતરામપુર ખાતે બાવાના સાલિયા ગામે બન્યો છે. ગામમાં રહેતા સોમાભાઈ ખાંટની 20 વર્ષની પુત્રી લીલાબેન અને 19 વર્ષની નાની પુત્રીના સોમવારે લગ્ન લીધાં છે. જેમાં રવિવારે વહેલી સવારે અચાનક પિતા સોમાભાઈએ કુહાડીનો ઘા કરતાં પુત્રી લીલાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

પિતા સોમાભાઈના જણાવ્યા અનુસાર વહેલી સવારે સૂતા હતા તે સમયે એક સ્ત્રી તેમની છાતી પર આવીને બેઠી હતી. તેણે મોઢું દબાવ્યું હતું. જેના કારણે સોમાભાઈએ ચુડેલ આવી તેમ કહી કુહાડી લઈ જોરથી ઘા કર્યો હતો. જેમાં કુહાડી પુત્રી લીલાબેનને માથામાં વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો