આધુનિક વડોદરાના નિર્માણકર્તા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રમત-ગમતને ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ બિલિયર્ડ, ટેનિસ અને પોલોના ખેલાડી હતા, તેમણે શાળાના રમત-ગમતમાં ક્રિકેટને પણ ફરજિયાત બનાવ્યું હતું. શહેરના અર્જુનસિંહ મકવાણાએ આ પ્રદાન વિશે પીએચડીની ડિગ્રી મેળવી છે.
સયાજીરાવે કબડ્ડી, કુસ્તી અને હોકી જેવી દેશી રમતોથી માંડી ક્રિકેટ અને ટેનિસને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ માટે તેમણે સયાજીરાવના રમત-ગમતના પ્રદાનની માહિતી સાથે સંકળાયેલા દેશના 200થી વધુ લોકો પાસેથી માહિતી મેળવી હતી. થિસીસમાં તેમણે મહારાજા સયાજીરાવે જે રમતોને પ્રોત્સાહન આપ્યું હતું તેની અને પ્રોત્સાહન કેવી રીતે આપ્યું હતું, તેનાં શું પરિણામો આવ્યાં તેની ચર્ચા કરી છે. એટલું જ નહીં રમત-ગમત સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સા પણ સાંકળી લીધા છે.
આ વિશે રમત-ગમતમાં સ્નાતક અભ્યાસની સાથે વિવિધ રમતોમાં નેશનલ લેવલના ખેલાડી રહી ચૂકેલા અર્જુનસિંહ મકવાણા કહે છે કે, મને સયાજીરાવ માટે પહેલાથી આદર ભાવ હતો. રમત-ગમતમાં રસ હોવાથી તેમના આ ક્ષેત્રના પ્રદાન વિશે કેટલીક જાણકારી હતી. પીએચડી થિસીસ લખવાની આવી ત્યારે સ્વાભાવિકપણે મેં આ વિષય પસંદ કર્યો હતો. અર્જુનસિંહ હાલ બીઆરજી ગ્રૂપના સ્પોર્ટ્સ ડાયરેક્ટર છે. તેમણે બીકોમ ઉપરાંત બીપીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.
સયાજીરાવના ખેલપ્રેમ વિશેની રસપ્રદ હકીકતો
સયાજીરાવે આ રમતોને પ્રોત્સાહન આપ્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.