• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sayaji Hospital In Vadodara Equipped With 4 Automatic Dental Chairs, Image Intensifiers At A Cost Of Rs 22 Lakh Will Be Inaugurated By The Minister Of State For Home Affairs Tomorrow.

આરોગ્ય:વડોદરાની સયાજી હોસ્પિટલ 22 લાખના ખર્ચે 4 ઓટોમેટિક ડેન્ટલ ચેર, ઇમેજ ઇન્ટેન્સિફાયર સહિતના સાધનોથી સજ્જ, આવતીકાલે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઇમેજ ઇન્ટેન્સિફાયરની મદદથી હવે હાડકાની ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એક્સ-રે લઇ શકાશે
  • એનેસ્થેસિયા વિભાગ હવે કોવિડની સારવારમાં બહુ ઉપયોગી મલ્ટી પેરા મોનીટર વિથ etco2થી સુસજ્જ થશે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડેન્ટલ, ઓર્થો અને એનેસ્થેસિયા વિભાગોને સારવારની સુવિધા અને સુસજ્જતા વધારતા તબીબી સાધનોની ધારાસભ્ય અનુદાનમાંથી ફાળવણી કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગુરુવારના રોજ આ તબીબી સાધનનોનું લોકાર્પણ કરશે. તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, અમે દર્દીઓની સારવારમાં આ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તેની તકેદારી લઈશું.

ચાર નવી ઓટોમેટિક ડેન્ટલ ચેર મળશે
તેમણે જણાવ્યું કે, સીમાબેનના ધારાસભ્ય અનુદાનમાંથી સયાજીના ડેન્ટલ વિભાગને એક સાથે ચાર નવી ઓટોમેટિક ડેન્ટલ ચેર મળશે, જે હોસ્પિટલના ઇતિહાસની પ્રથમ ઘટના છે. હાલમાં વિભાગ પાસે જૂની સાત ચેર ઉપલબ્ધ છે અને હવે તેની સંખ્યા વધીને 11 થતાં હવે ઉપલબ્ધ તબીબો પ્રમાણે ચેરની સગવડ થઈ છે, જેથી દર્દીઓને ઝડપથી અપોઈન્ટમેન્ટ આપી શકાશે અને રાહ જોવાનો સમય ઘટશે. તેનાથી અદ્યતન દંત ચિકિત્સાની વિભાગની ક્ષમતા વધી છે અને દર્દીઓને ત્વરિત અને ઝડપી સારવાર મળશે.

રૂટ કેનાલ, મોઢા અને જડબાની સારવારમાં ઉપયોગી છે
આ ડેન્ટલ ચેર દંત રોગીઓની સાથે જડબાના મ્યુકોરમાઇકોસિસના રોગીઓની અને મોઢાના કેન્સરના રોગીઓની સારવાર તેમજ ડેન્ટલ પ્રોસિજરમાં ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ડેન્ટલ ઓપીડી, દાંત,મોઢા અને જડબાના રોગોના પરીક્ષણ, નિદાન, સારવાર અને દાંતમાં ચાંદી પુરવી, સિમેન્ટ ભરવી, રૂટ કેનાલ, મોઢા અને જડબાની સારવારમાં તેની ચાવીરૂપ અગત્યતા છે. સયાજી હોસ્પિટલના ઇ.એન.ટી.વિભાગની સાથે ડેન્ટલ વિભાગે જડબાના મ્યુકોરની સારવાર અને શસ્ત્રક્રિયામાં અગત્યનું યોગદાન આપ્યું છે અને સારવારથી જડબામાં થયેલા પોલાણને પુરવા 50થી વધુ દર્દીઓ માટે ઓબ્યુરેટર બનાવ્યા છે અને હજુ વધુ બનાવવામાં આવી રહ્યાં છે.

ઈમેજ ઇન્ટેન્સિફાયર યંત્ર પણ મળશે
સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દરરોજ નાની મોટી 30થી 40 હાડકાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, જેમાં ઈમેજ ઇન્ટેન્સિફાયર યંત્ર ખૂબ ઉપયોગી છે. આ યંત્રની મદદથી ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એક્સ-રે સરળતાથી લઇ શકાય છે અને તેની મદદથી ફ્રેકચરમાં સળિયા/ પ્લેટ ખૂબ ચોકસાઇથી ગોઠવી શકાય છે. હાલમાં દર્દી સંખ્યા આધારિત જરૂરિયાતના પ્રમાણમાં તેની ઓછી ઉપલબ્ધિની ખોટ પૂરવામાં ધારાસભ્યની ગ્રાન્ટની મદદથી ખૂબ ઉપયોગી બની રહેશે. કોવિડ પોઝિટિવ હાડકાના દર્દીઓની શસ્ત્રક્રિયામાં તે ઉપયોગી બની રહેશે.

મલ્ટી પેરા મોનીટર વિથ etco2થી સુસજ્જ થશે
ધારાસભ્યની તબીબી સાધન સખાવતમાં એનેસ્થેસિયા વિભાગ માટે મલ્ટીપેરા મોનીટર વિથ etco 2નો સમાવેશ થાય છે.આ સાધન કોવિડના દર્દીઓ અને અન્ય દર્દીઓની સારવારમાં ખૂબ ઉપયોગી છે અને તેની મદદ થી ઓપરેશન પછી અને ઓપરેશન દરમિયાન દર્દીઓના હૃદય અને ફેફસાંની ગતિવિધિઓ પર સચોટ નજર રાખી શકાય છે. આ તમામ સાધનો 7 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય, સાંસદ અને મહાનુભાવો દર્દી સેવામાં લોકાર્પણ કરશે.

22 લાખની કિંમતના તબીબી સાધનો મળશે
ડો.ઐયરે જણાવ્યું કે સીમાબેનના ધારાસભ્ય અનુદાન હેઠળ અંદાજે રૂ.22 લાખના મૂલ્યની મળેલી આ તબીબી સાધન સુવિધાથી સયાજી હોસ્પિટલની કોવિડ અને નોન કોવિડ સારવાર અને શસ્ત્રક્રિયાની સજ્જતા વધવાની છે અને મોટી સંખ્યામાં અહીં આવતા દર્દીઓ માટે આ સાધનો ખૂબ ઉપકારક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...