નિર્ણય:સાવલીના બૂટલેગર સંજય માળીને પાસા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં પોલીસના હાથે 1.46 લાખના દારૂના ગુનામાં પકડાયેલા બૂટલેગર સંજય માળીની જિલ્લા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં ધકેલી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સાવલીનાે સંજય નટુભાઈ માળી દારૂના કેસમાં પકડાયો હતો.

પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલાતાં સંજય માળીને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી દેવાનો હુકમ કરાયો હતો. જેથી પોલીસે સંજયને પાલનપુર જેલમાં મોકલવાની તજવીજ કરી હતી. બીજી તરફ જિલ્લા એલસીબી પોલીસે ગોધરામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર અન્ય આરોપી સંજય કાલિદાસ માળીને પણ ઝડપી લીધો હતો

અન્ય સમાચારો પણ છે...