મુદત વધારાઇ:સાવલી, ડભોઈ, કરજણ, પાદરા પાલિકાની વેરા વળતર યોજનાની મુદત 2 માસ વધારાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જુલાઇ સુધી લાગુ
  • વેરાની રકમ એડવાન્સ ભરનાર રહીશને 7 ટકા વળતર અપાશે

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ને વધુ બે મહિના જૂન અને જૂલાઇ માટે લંબાવવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય સામે વડોદરા જિલ્લાની સાવલી, ડભોઈ, કરજણ અને પાદરા નગરપાલિકામાં રહેતા રહિશોને આ યોજના હેઠળ હવે બે મહિના કરવેરો ભરવો પડશે નહી. ઉલ્લેખનિય છે કે, રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત, સામાન્ય પાણી, ખાસ પાણી, લાઇટ, ગટર વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને રાહત મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અંતર્ગત નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરશે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે. પ્રધાનમંત્રીના ડિઝીટલ ઇન્ડીયાને વેગ આપવા વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે 30 જૂન-2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે. ઉપરાંત નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ 1 જુલાઇ-2022થી 31 જુલાઇ-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળશે. આ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળશે.

અન્ય સમાચારો પણ છે...