અઢી વર્ષે ન્યાય મળ્યો:વડોદરાના વાઘોડિયામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને સાવલી કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દોષિત મોઈન ખાન - Divya Bhaskar
દોષિત મોઈન ખાન
  • આરોપી 10 હજારનો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 વર્ષની સાદી કેદની સજાનો હુકમ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં સગીરાને આખરે અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે. સગીરા પર દુષ્કર્મના કેસમાં સાવલી કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી છે.

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી
વાઘોડિયા તાલુકાના એક ગામમાં અઢી વર્ષ પહેલા લગ્નની લાલચ આપી સગીરાને વાસનાનો શિકાર બનાવનાર લઘુમતી કોમના યુવાન પર પોલીસ ફરીયાદ બાદ સાવલી કોર્ટે ભોગ બનનાર પીડિતાને ન્યાય અપાવ્યો છે. સગીર કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતા પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમના યુવાન સામે ફરીયાદ નોંધીને ધરપકડ કરી હતી.

10 વર્ષની સજા અને 10 હજારનો દંડ
આરોપી મોઈન ખાન નજર મોહમ્મદ મકરાની વિરુદ્ધ અપહરણ, બાળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાતા સાવલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કેસ ચાલતા દુષ્કર્મ આરોપી સામે સરકારી વકીલની રજૂઆતો અને દલિલો કરતા જજે આરોપી મોઈન ખાન મકરાનીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

મઢીમાં બંનેની નજર મળી, બાદ પ્રેમ થયો હતો
મોઈનખાન મકરાણી અને સગીરા એકબીજાના ઘરની નજીક રહેતા હતા. તા. 5 જૂન 19 ના રોજ સગીરા તેના ઘરના લોકોની સહમતીથી મોઈનખાનના પરિવાર સાથે શિનોરના મઢી ખાતે નર્મદામાં નહાવા ગયા હતા. જ્યાં બંનેની આંખો મળી હતી અને પ્રેમ સંબંધથી જોડાયા હતા. બાદ વાતચીત કરવા મકરાણીએ સગીરાને મોબાઈલ આપ્યો હતો. ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મોઈનખાન સાથે ફોન પર વાતચીત કરતી હતી. તે વર્ષે નવરાત્રીમાં આઠમના દિવસે ઘરે કોઈ ન હોવાથી સગીરાએ મોઈનખાનને ઘરે બોલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો. સમય જતાં બંનેનો પ્રેમ ગાઢ બની જતાં બન્નેવે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. બાદ મકરાણીએ વારંવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે સગીરાના કાકાને જાણ થતાં બંનેને પકડી વાઘોડિયા પોલીસ મથકે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...