વંદે ભારતથી શરૂઆત:ધાર્મિક સ્થળે જતી ટ્રેનોમાં સાત્વિક આહાર જ અપાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 ટ્રેનોને આવરી લેવાશે
  • ​​​​​​​યાત્રાધામોની ટ્રેનમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકાશે

રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને આહાર પ્રત્યેની સાત્વિકતા જાળવી રાખવા ધાર્મિક સ્થળો પર જતી ટ્રેનમાં સાત્વિક આહાર આપવાનું આયોજન કરાઈ રહ્યું છે. આ ટ્રેનોમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

રેલવે દ્વારા શરૂ થનાર પેન્ટ્રી કારમાં ધાર્મિક સ્થળની ટ્રેનમાં માંસાહાર બંધ કરાશે. આઇઆરસીટીસીના અધિકારી એમ. એચ. ખાને જણાવ્યા મુજબ આ અંગે વંદે ભારત ટ્રેનથી શરૂઆત કરાશે. જોકે હજુ સુધી ટ્રેનમાં મુસાફરોને નોનવેજ લઈ જવા દેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી. હાલ રેલવે દ્વારા પેન્ટ્રી ચલાવાતી નથી.

આગામી સમયમાં આવી સાત્વિક ટ્રેનોમાં પેન્ટ્રીમાંથી ઈંડા આમલેટ જેવી વસ્તુ નહીં મળી શકે. અંદાજે 18 ટ્રેનોમાં આ બદલાવ કરવાની શક્યતા છે. સૌપ્રથમ વૈષ્ણવદેવી માટેની વંદે ભારત ટ્રેનમાં શરૂઆત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા પ્રવાસીને આકર્ષવા વિવિધ સંશોધન થઈ રહ્યું છે. આઇઆરસીટીસી રામાયણ સર્કિટ જેવી ટ્રેનમાં પણ આ શરૂ કરવા જઈ રહ્યું છે.

પ્રમાણિત સંસ્થાઓ સાથે કરાર કરાયા
રેલવેમાં સાત્વિક ખોરાક મળે તે માટે મુસાફરો દ્વારા રજૂઆતો કરાઈ હતી. જેથી તાજેતરમાં આ અંગે જાહેરાત કરાઈ હતી. સાત્વિક ખાવાનું આપતી હોય તેવી પ્રમાણિત સંસ્થા સાથે કરાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...