તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:શનિ 142 દિવસ વક્રી રહેશે, આરોગ્ય-અર્થ વ્યવસ્થા સુધરશે, , ભારતનો પ્રભાવ વધશે

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શનિ ગ્રહ 19 વર્ષ પછી સ્વગૃહી મકર રાશિમાં વક્રી થયો

શનિ, ગુરુ અને શુક્ર ત્રણ ગ્રહ વક્રી થઈ ચૂક્યા છે. સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. જેમાં શનિ ગ્રહ મકર રાશિમાં એટલે કે પોતાની જ રાશિમાં 19 વર્ષ પછી વક્રી થતાં આ વિશેષ યોગ સર્જાયો છે. આગામી 142 દિવસ સુધી શનિ વક્રી રહેશે, જથી દેશની અર્થ વ્યવસ્થા, આરોગ્ય અને ન્યાય પ્રણાલિકા પર સારી અસર જોવા મળશે.
19 વર્ષ પછી પોતાના ઘરમાં શનિની વક્રી ચાલ 8 રાશિને લાભકારક સાબિત થશે
જ્યોતિષ શાસ્ત્રી નયન જોષીના જણાવ્યાનુસાર, શનિ ન્યાય અને સેવા કાર્યોનો પ્રધાન ગ્રહ છે. જેથી શનિ ગ્રહના વક્રી થવાથી ચોક્કસપણે ન્યાય કાર્ય અને સરકારી કાર્યોમાં પ્રજાના હિત લક્ષી નિર્ણય લેવાશે. સેવા કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓને  શનિ મહારાજ લાભ કરાવશે. જ્યારે ભારતની વાત કરીએ તો દેશની કુંડળીમાં શનિ ગ્રહ નવમા સ્થાને આવશે. જેથી વિશ્વ પર ભારતનો પ્રભાવ વધશે તથા અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલી પર વિશ્વ આકર્ષિત થશે. 19 વર્ષ પછી પોતાના ઘરમાં શનિની વક્રી ચાલ 8 રાશિને લાભકારક સાબિત થશે. ગુરુ અને શુક્ર ગ્રહ વક્રી થઈ ચૂક્યા છે. જે મહામારીને ભયમાંથી મુક્ત કરાવવા સહાયભૂત બનશે. ચાલુ વર્ષે શનિ જયંતિ 22 મેના રોજ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો