દિયરે ભાભીને પીંખી નાંખી:વડોદરાના મોક્ષી ગામના સરપંચે વિધવા ભાભીને 3 હજારના કામની લાલચ આપી મોઢે ડૂચો મારીને દુષ્કર્મ આચર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • દુષ્કર્મ આચરનાર સરપંચ મહિલા સફાઇ કામદારનો દીયર પણ થાય છે

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવામાં રહેતી વિધવા ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાની લાલચ આપીને દિયરે દુષ્કર્મ આચર્યું હતું. હવસનો શિકાર બનેલી મહિલાએ દુષ્કર્મ આચરનાર હવસખોર સરપંચ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા કંપનીઓમાં સફાઇનું કામ કરે છે
ભાદરવા તાલુકાના એક ગામમાં રહેતા કોકિલાબેન (નામ બદલ્યું છે) વિધવા છે. પતિના મૃત્યું બાદ તે પોતાના ગામ પાસે આવેલી કંપનીઓમાં સફાઇનું કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 43 વર્ષીય દિયર હસમુખ ગોરધનભાઈ મોક્સી ગામના સરપંચ છે. બે દિવસ પહેલાં દિયરે ભાભી પર દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદના આધારે હવસખોર હસમુખની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભાદરવા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.

દિયરે ભાભીને કામ અપાવવાના બહાને સીમમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું.
દિયરે ભાભીને કામ અપાવવાના બહાને સીમમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું.

દિયર ભાભીને જગ્યા બતાવવાના બહાને લઇ ગયો
આ બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા કોકિલાબેન રાબેતા મુજબ તેમના ગામની આસપાસમાં આવેલી કંપનીઓમાં સવારના સમયે સફાઈ કામ કરીને ચાલતા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમનો દિયર અને મોક્સી ગામનો સરપંચ પોઇચા ચોકડી પાસે ભાભી કોકિલાબેને મળ્યો હતો અને ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાના બહાને પોતાના ટુ-વ્હીલર ઉપર બેસાડીને પોઇચા ગામ તરફ જવાના રસ્તા ઉપર એકાંત જગ્યા ઉપર લઇ ગયો હતો.

ભાભી બેભાન થઈ જતા ત્યાં જ છોડીને દિયર ભાગી છૂટ્યો હતો.
ભાભી બેભાન થઈ જતા ત્યાં જ છોડીને દિયર ભાગી છૂટ્યો હતો.

દુષ્કર્મ આચર્યા બાદ મહિલા બેભાન થઇ ગઇ
વધુમાં જણાવ્યું હતું કે, સરપંચ હસમુખ તેની ભાભીને પોઇચા ગામની સીમમાં લઇ ગયા બાદ બળજબરીથી હાથ પકડી ઝાડીમાં ખેંચી ગયો હતો અને મોઢામાં ડૂચો મારીને તેઓની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ કોકિલાબેન બેભાન થઇ જતાં, તેઓને સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો. દરમિયાન કોકિલાબેને ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી સાથે દિયર હસમુખ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સરપંચ હસમુખ સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી હતી. મહિલાને પહેલા ભાદરવાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...