• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sarpanch Candidate Model Eshra Patel Cast Her Vote In Kavitha Village, Saying: "Whether I Win Or Lose The Election, I Will Continue To Fight For The Rights Of The People."

મોડેલે કર્યું મતદાન:સરપંચપદની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે કાવીઠા ગામમાં મતદાન કર્યું, કહ્યું: 'હું ચૂંટણી જીતું કે હારું, લોકોના હક માટે લડતી રહીશ'

સંખેડાએક મહિનો પહેલા
સંખેડા તાલુકાના કાવીઠા ગામની શાળામાંથી મોડેલ એશ્રા પટેલે મતદાન કર્યું હતું
  • અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે. એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છેઃ એશ્રા પટેલ

મુંબઇની મોડલ એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મોડેલ એશ્રા પટેલે આજે સવારે કાવીઠા ગામની શાળાના બુથ પર મતદાન કર્યું હતું.

મારે અહીંના લોકો માટે જીતવુ છે
મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને ખુબ લાગણી થઇ રહી છે. આજે મારા ઉપર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે. એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે, એટલે હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે અહીંના લોકો માટે જીતવુ છે.

મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે
મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે

ચાર મહિલાએ ઉમેદવારી કરી
મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.

100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી
એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે
એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે

કોરોના અને ચોમાસામાં લોકોને ખુબ મુશ્કેલી પડી
મોડેલ એશ્રા પટેલે ચૂંટણી પહેલા જણાવ્યું હતું કે, લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો, ત્યારે સારવાર માટે પૈસા ન હતા આટલું જ નહીં દવાખાને લઇ જવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર ન હતી કે, કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા, તેને જોઈને મને લાગ્યું કે, મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું, અહીંના મોટાભાગના લોકોને 6 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે, બધા મજૂરી પર જીવવાવાળા છે.

ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ?
મારી જિંદગીમાં તો બધું સારું જ છે. હું દુનિયાના ઘણા બધા દેશમાં ફરી છું, ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ? એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. અહીં હમણાં સરપંચ તો છે, પણ વહીવટ બીજો કરે છે. કામ થતાં નથી, જેઓને મજૂરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પુરી પાડવાની એ પૈસા ખિસ્સામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું, એટલે મને મારા દિલથી થયું કે કાંઇક કરું.

અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે
અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે

પરિવારમાં પિતા પણ રાજકારણી
એશ્રા પટેલના પિતા નરહરી પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.

અન્ય સમાચારો પણ છે...