બાળકીને વીજ કરંટનાં LIVE દૃશ્યો:સંતરામપુરમાં ચાલુ વરસાદે વીજપોલને અડતાં બાળકી ચોંટી ગઈ, લોકોએ માંડ માંડ છોડાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સંતરામપુર2 મહિનો પહેલા

મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વળે વીજ પોલથી અલગ કરી રહ્યા છે.

ઘરઆંગણે રમતી બાળકી વીજપોલ સાથે ચોંટી ગઈ
સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણાને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીને બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી. ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી.

સ્થાનિકોએ લાકડા વડે બાળકીને વીજપોલથી અલગ કરી
બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. પરિવારે MGVCLમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પરંતુ કોઈ કર્મચારીએ આવીને કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાળકી વીજપોલ સાથે ચોંટી જતાં દોડા દોડ મચી ગઈ.
બાળકી વીજપોલ સાથે ચોંટી જતાં દોડા દોડ મચી ગઈ.

MGVCL સામે સ્થાનિકોમાં રોષ
હાલમાં આવી જ રીતે વિસ્તારના અન્ય વીજ પોલમાં પણ કરંટ ઉતરતા સ્થાનિક લોકોમાં MGVCL સામે રોષ જોવા મળી રહ્યો છે અને બાળકીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોની હોત, તેવા પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

વીજપોલમાં કરંટથી સ્થાનિકોમાં રોષ.
વીજપોલમાં કરંટથી સ્થાનિકોમાં રોષ.
અન્ય સમાચારો પણ છે...