કોરોનાની સ્થિતિ:સંતકબિર સ્કૂલની શિક્ષિકાનો રિપોર્ટ પોઝિટિવ,સાત દિવસ માટે વર્ગો બંધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 નવા કેસ આવ્યાં, એક્ટિવ દર્દી 100ને પાર
  • નવરચના બાદ વધુ એક સ્કૂલમાં કોરોનાએ દેખા દેતાં ચિંતા

ગુરુવારે શહેરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. સંતકબિર સ્કૂલની મ્યુઝિક ટીચરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં, ઓફલાઇન શૈક્ષણિક કાર્ય સાત દિવસ માટે બંધ કરાયું છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવુ પડશે. તાજેતરમાં નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વાસણા રોડ વિસ્તારની આ સ્કૂલમાં સંગીતના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સંગીતા ચોકસીની તબિયત કથળતા તેમણે બુધવારે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમણે સ્કૂલને જાણ કરી હતી. સ્કૂલને આરોગ્ય વિભાગની ટીમને જાણ કરતા સ્કૂલમાં સઘન સેનિટાઇઝેશન કરાયું હતું. સ્કૂલના આચાર્યાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ડીપ સેનિટાઇઝેશન કરાશે. શિક્ષકો અને કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

બીજી તરફ ગુરુવારે શહેરમાં કુલ એક્ટિવ કેસોનો આંક 100ને પાર થઇને 102 પર પહોંચ્યો હતો. શહેરના નવાયાર્ડ, નવાપુરા, માંજલપુર, ફતેપુરા, સુભાનુપુરા, દિવાળીપુરા અને સમામાં કોરોનાના પોઝિટિવ કેસો આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...