એમ.એસ.યુનિવર્સિટીએ રીસર્ચ-ઇનોવેશન અને સ્ટુડન્ટ એક્ષચેન્જ માટે 12 એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય અમેરિકામાં ટેમ્પલ મેનેજમેન્ટનો અભ્યાસ કરાવશે,ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગ નેપાળ પાસેથી ડેરી ટેકનોલોજીની એક્ષપર્ટ મેળવશે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી જાપાનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ગ્લોબલ લીડરશીપ પર ચર્ચાસત્ર યોજશે.
એમેરિકા, યુકે, ઘાના, જાપાન, મોરેશિયસ, નેપાળ સહિતના દેશો સાથે 5 વર્ષનો એમઓયુ કરાયો છે. એમ.એસ.યુનિ.ની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અર્ફેર્સના પ્રયાસોના ભાગરૂપે યુનિ.ના 67 એમઓયુ કરાયા છે જેના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્તર મળશે.
ઓફીસ ઓફ ઇન્ટરનેશનલ અર્ફેર્સના ડાયરેકટર ધનેશ પટેલ તથા ડે.ડાયરેકટર વનીશા નામ્બીયાર દ્વારા છેલ્લા 3 થી 4 મહિનાઓમાં સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે વાર્તાલાપ કરીને એમઓયુ સાઇન કર્યા છે. જેના પગલે યુનિવર્સિટીમાં રીસર્ચ ક્ષેત્રે જોઇન્ટ કોલોબ્રેશન કરીને આગળ વધી શકાશે. સ્ટુડન્ટ એક્ષચેન્જ પ્રોગામ ના માધ્યમથી પણ વિદ્યાર્થીઓની આપ લે કરી શકાશે આ ઉપરાંત અન્ય દેશની યુનિ.ના એક્ષપર્ટની મદદ પણ મળી રહેશે.
કોની સાથે MOU સાઇન કરાયો
સંસ્થા | દેશ | ફેકલ્ટી | |
1. કોલેજ ઓફ એપ્લાઇડ | |||
ફૂડ એન્ડ ડેરી ટેકનોલોજી | નેપાલ | હોમ સાયન્સ | |
2. શ્રી સીધ્ધી વિનાયક ટેમ્પલ | |||
કુબેર ભંડારી અને | |||
શક્તિ ધામ ટેમ્પલ | અમેરિકા | આર્ટસ | |
3.કલ્ચરલ હાઉસ ઓફ | |||
રીપબ્લીકન ઓફ ઇરાન,મુંબઇ ભારત | આર્ટસ | ||
4.આઇબીએવીઆઇ | અમેરિકા | હોમ સાયન્સ | |
વેર્સ્ટન વોશીગ્ટન યુનિ. | |||
5. આઇબીએવીઆઇ | અમેરિકા | હોમ સાયન્સ | |
વેર્સ્ટન વોશીગ્ટન યુનિ | |||
6.યુનિ.ઓફ કેપ કોસ્ટ | ઘાના | આર્ટસ | |
7.કોટન કનેકટ સાઉથ | સાઉથ એશીયાહોમ સાયન્સ | ||
એશીયા પ્રા લી | |||
8. કવામી નીકરુમહ યુનિ. | ઘાના | હોમ સાયન્સ | |
9. ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી | અમેરિકા | હોમ સાયન્સ | |
રીસર્ચ ઇન્સટ્યુટ | |||
10. યુનિ. ઓફ મોરીશ્યસ | મોરીશ્યસ | હોમ સાયન્સ | |
11. યુનિ. ઓફ એસેક્સ | યુકે | એમએસયુ | |
12. ધ વર્લ્ડ ઇન્ક. | જાપાન | કોમર્સ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.