તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુજમહુડાના સેક્સ રેકેટ કેસમાં સંદીપની ધરપકડ

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિલ્વર આર્કેટમાંથી 2 યુવતીને છોડાવાઈ હતી
 • રિમાન્ડ પૂરા થતાં બંને આરોપી જેલમાં મોકલાયા

મુજમહુડા વિસ્તારમાં આવેલા સિલ્વર આર્કેડમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટમાં પોલીસે બે યુવતીઓને છોડાવી ફ્લેટમાંથી જ એક યુવકની અટકાયત કરી હતી. તપાસમાં અન્ય બે શખ્સોની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે બીજા દલાલની ધરપકડ કરી હતી.

મુજમહુડાના સિલ્વર આર્કેડમાં આવેલા 304 નંબરના મકાનમાં બે યુવતીઓને ગોંધી રાખવામાં આવી હોવાનો મેસેજ મળતાં મંગળવારે રાતે 181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાના પગલે જેપી રોડ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ ફ્લેટમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સપાટી પર આવ્યું હતું. પોલીસે મકાનમાંથી મૂળ અમદાવાદના અને હાલમાં સિલ્વર આર્કેડમાં રહેતા ચિરાગ પટેલને ઝડપી લીધો હતો.

જેપી પોલીસે ફ્લેટમાંથી મળી આવેલી બે યુવતીઓની ફરિયાદના આધારે ચિરાગ પટેલ, સંદીપ ઉર્ફે પારસ અને દર્શન જ્યેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ચિરાગ પટેલની અટકાયત કરી હતી. દરમિયાન માહિતીના આધારે પોલીસે સંદીપ ઉર્ફે પારસને પણ ઝડપી લીધો હતો. ગુરુવારે જેપી પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી તેમના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમને શુક્રવારે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો