• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sandalwood Tree Is The Most Expensive And Areca Nut Is The Cheapest. Find Out The Value Of More Than 70 Trees Including 5 Reserved Trees.

કાજુ કરતા ગાંડો બાવળ મોંઘો!:ચંદનનું વૃક્ષ સૌથી મોંઘુ તો સોપારીનું સૌથી સસ્તું, જાણો 5 અનામત વૃક્ષો સહિત 70થી વધુ વૃક્ષોની કિંમત

વડોદરા20 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • ચંદનનું વૃક્ષ સૌથી મોંઘુ 50 હજારનું અને સોપારીનું વૃક્ષ સૌથી સસ્તુ માત્ર 700 રૂપિયાનું છે

પર્યાવરણની જાળવણી માટે સૌથી મહત્વનું યોગદાન વૃક્ષોનું છે. આમ તો વૃક્ષ અમૂલ્ય છે પણ માનવજાતે તેને ક્યારેય મૂલ્યવાન ગણ્યું નથી. જો કે સરકારી ચોપડે વૃક્ષની કિંમત નોંધાયેલી છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જણાવીએ તમને સરકાર દ્વારા આરક્ષિત કરેલ વૃક્ષો, અનારક્ષિત વૃક્ષો વિશે. તેમજ જો જમીન સંપાદન જેવી પ્રક્રિયામાં આ વૃક્ષો સરકાર દ્વારા કાપવામાં આવે તો તેની શું કિંમત નક્કી કરાય છે. જેના પરથી આવા વૃક્ષો ઉગાડી તમે પણ પોતાના ગાર્ડન કે સોસાયટી કમ્પાઉન્ડને પ્રેસિયસ બનાવી શકો છો અને પર્યાવરણ બચાવવા માટે પણ વૃક્ષોનું જતન કરવુ ખૂબ જરૂરી છે.

5 વૃક્ષને આરક્ષિત કરાયા છે
સરકાર દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની રક્ષા માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં પાંચ વૃક્ષને આરક્ષિત વૃક્ષો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જો કોઈ સંજોગોમાં તેને સરકારની મંજૂરીથી કાપવામાં પણ આવે તો તેની કિંમત તેની વય અને ઉપજાઉપણાને આધારે નક્કી કરવામાં આવી છે.

અનામત વૃક્ષો કાપવા માટે કલેક્ટરની મંજૂરી જરૂરી

સરકાર દ્વારા પાંચ વૃક્ષોને અનામત વૃક્ષો જાહેર કરાયા છે, એટલે કે તેને કાપતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી હોય છે. આ અનામત વૃક્ષોમાં સાગ, સીસમ, ચંદન, મહુડો, ખેરનો સમાવેશ થાય છે.

સૌથી મોંઘુ વૃક્ષ કયુ છે?
7 વર્ષ પછી ચંદનનું વૃક્ષ સૌથી મોંઘુ 50 હજારનું અને જ્યારે 7 વર્ષ પહેલા સોપારીનું વૃક્ષ સૌથી સસ્તું માત્ર 700 રૂપિયાનું છે, કાજુના વૃક્ષ કરતા કરતા ગાંડો બાવળ મોંઘો છે. કાજુના વૃક્ષનો ભાવ 7 વર્ષ પછી 2000 રૂપિયા છો, જ્યારે ગાંડા બાવળની કિંમત 3000 હજાર રૂપિયા છે.

તમે પણ પોતાના ગાર્ડનને પ્રેસિયસ બનાવી શકો છો
જો તમારી સોસાયટીમાં ગાર્ડન કે ખુલ્લી જગ્યા છે તો ત્યાં આંબા, ચીકુ, જામફળ અને લીમડા જેવા વૃક્ષો મોટી સંખ્યામાં ઉછેરી ગાર્ડન કે પ્રિમાઇસિસને પ્રેસિયસ બનાવી શકો છો. સાથે ખેડૂતો પોતાના ખેતરના શેઢે આવા વૃક્ષો ઉછેરી તેના ફળ તેમજ લાકડામાંથી વધારાની આવક મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...