સુવિધા:કોરોનાના અર્લી ડાયગ્નોસીસ માટે સુએઝ પ્લાન્ટમાંથી સેમ્પલ લેવાશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ પ્રથમ વખત શહેરમાં સેમ્પલિંગની શરૂઆત કરશે
  • 8 મહાનગર પાલિકાઓમાં સ્ટુલ સેમ્પલ એકત્ર કરી આ જ પ્રક્રિયા કરાશે

કોરોના વાયરસ ના નવા વેરીએન્ટ બી.એફ. 7 ને પગલે ચોથી લહેર દસ્તક આપી રહી છે .ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ લહેર શરૂ થવાની અગાઉથી જાણકારી મળી રહે તે માટે વહેલી જાણકારી મળી રહે તે હેતુથી રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી સુવેઝ સેમ્પલ લેવાનો નિર્ણય કર્યો છે. વડોદરામાં પ્રથમ વખત આ સેમ્પલ લેવામાં આવશે.ગાંધીનગર એકેડેમિક વિભાગ મુજબ સુવેઝ ટ્રીટમેન્ટમાં સેમ્પલ પોઝિટિવ આવતા વાયરલ નો’ લોડભાર’ કેટલો છે એ જાણી શકાશે. સામાન્ય રીતે કોરોના પોઝિટીવ દર્દીને લક્ષણો દેખાય ત્યારે ટેસ્ટ કરાવવા જતું હોય છે તેથી ઘણો લાંબો સમય વીતી જાય છે.

પરંતુ દર્દીને કોરોના પોઝિટિવ હોય તો તેના સીમટમ્સ આવતા પહેલા 14 દિવસ અગાઉ તેના સ્ટુલમા ટેસ્ટિંગમાં વાયરસ ના લક્ષણો દેખાય છે. પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સેમ્પલ કલેક્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ ને પગલે કોઈપણ લહેર શરૂ થતા ના વાસ્તવમાં 17 દિવસ અગાઉ ખબર પડી શકે છે .જે તમામ સમય કાઉન્ટ કરે તો 17 દિવસ અગાઉ વહેલા નક્કી થઈ શકે છે કે શહેરમાં કેટલા લોકોને કોરોના પોઝિટિવ આવવાની શક્યતા છે.

ગભરાવા નહીં પરંતુ સાવચેતી માટેનો સર્વે છે
અન્ય દેશોમાં પહેલા કોરોનાની લહેર આવ્યા બાદ ભારતમાં આવતી હોય છે .લોકોને ગભરાવા નહીં પરંતુ તંત્રને સાવચેસ કરવા અને એડવાન્સમાં ખબર પડે તે માટે આ શરૂઆત કરાઈ છ. હાલ કોરોનાની પોઝિટિવ કેસ રાજ્યમાં માત્ર 10 આવે છે. - ડો. નીલમ પટેલ, એડિશનલ ડાયરેક્ટર એપેડેમિક, ગાંધીનગર

જીબીઆરસી સાથે સંયુક્ત પણે સર્વે કરાશે
ગાંધીનગર સેક્ટર 11 ખાતે કાર્યરત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતની તમામ આઠ કોર્પોરેશનમાં આ નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ કોર્પોરેશનના સેમ્પલ એકત્ર કરી ગાંધીનગર મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...