રજૂઆત:સામી દિવાળીએ ભાજપી કોર્પોરેટરોએ પાણી બતાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભામાં પાણી મામલે ઉગ્ર રજૂઆત : અધ્યક્ષ બોલ્યા વિતરણમાં ખામી
  • ભાજપના નેતાએ કહ્યું બેસી જાવ, 2 કોર્પોરેટર ધરાર ઉભા રહ્યાં

દિવાળી પૂર્વે પાલિકાની મળેલી સભામાં પાણીની સમસ્યા અંગે ખુદ ભાજપના જ કોર્પોરેટરોએ હૈયાવરાળ ઠાલવી હતી અને પાણી માટે વિતરણ વ્યવસ્થામાં જ ખામી છે તેવી ટકોર પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષે કરી હતી. એક તબકકે રજૂઆત કરતાં 2 કોર્પોરેટરને બેસી જવાનું કહ્યા બાદ ધરાર ઉભા રહ્યાં હતા.

આ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે શહેરીકરણ વધી રહ્યું છે. હવે 200થી અઢીસો કિલોમીટર દૂર ઘાસચારો લાવો પશુપાલકોને પરવડે તેમ નથી.તેમણે ગૌચરની જમીન કેટલાક ઉદ્યોગોએ લીધી છે તેવી ટકોર કરી હતી જોકે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ ભૂતકાળમાં ચાર જગા પશુપાલકો માટે ફાળવવામાં આવી હતી પરંતુ હાલમાં શહેરીકરણ વધ્યું છે ત્યારે બીજી 10 થી 11 જગ્યા માટે કવાયત ચાલી રહી છે અને ભવિષ્યમાં તેમાં સફળતા મળશે તેવો દાવો કર્યો હતો. મેયરે 2600 ઢોરોનું ટેગીંગ થઈ ગયું છે અને દિવાળી પછી ટેગીગ વગરનું ઢોર રોડ પરથી પકડાશે તો છોડશે નહિ તેવું ફ્લોર પરથી જાહેરાત કરી હતી.

આ દરમ્યાનમાં ભાજપના અજિત દધિચે પહેલા જે વિસ્તારમાં પાણી વધારે આવતું હતું જે હવે ઓછું થઈ ગયું છે તો તેની પાછળનું કારણ શું તેવો સવાલ ઉઠાવ્યો હતો બીજી તરફ પાલિકા અને પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે જણાવ્યું હતું કે પાણી અંગેની સમસ્યા વધી છે તે હું સ્વીકારું છું અને મેં તો દરેક પાણીની ટાંકી ની વિઝીટ કરી હતી અને તે જોતાં એમ લાગે છે કે 200 એમએલડી પાણી બીજું આપીએ તો પણ સમસ્યા રહેશે કારણકે વિતરણ વ્યવસ્થામાં જ ખામી છે.

પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયાએ મનીષ પગાર અને અજિત દધિચને બેસી જવા માટે સૂચના આપી હતી પરંતુ બંને ધરાર ઉભા રહ્યાં હતા. મનીષ પગારે રજૂઆત કરવી પડે તેમ કહ્યું અજિત દધિચે અમે બોલીશું તેમ સ્પષ્ટ સંભળાવી દીધું હતું.અન્ય કોર્પોરેટરોએ પણ પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

કોરોનાના એક પણ કેસ નથી ત્યારે સભામાં ચર્ચા
દોઢ વર્ષમાં પ્રથમ વખત 2 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી ત્યારે પાલિકાની સભામાં પ્રથમ અડધો કલાક માત્ર કોરોનાની સ્થિતિ અંગે ભાજપ કોંગ્રેસે ચર્ચા કરી હતી. જો કે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સહિત રોગચાળા અંગે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. પુષ્પા વાઘેલાએ કુપોષિત બાળકો સૌથી વધુ વડોદરામાં છે તેવો આક્ષેપ કર્યો હતો.

મેયરનું અપમાન કરનાર અધિકારીને સસ્પેન્ડ કરો
મેયરનું સાંસદની હાજરીમાં રાવપુરાના પીઆઇએ ખુરશી માટે અપમાન કરતા તેના પડઘા સભામાં પડ્યા હતા.કોંગ્રેસના જહા ભરવાડે આને શહેરનું અપમાન થવા બરાબર ગણાવ્યું હતું.ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવા પોલીસ અધિકારી સસ્પેન્ડ થવા જોઈએ. તેના માટે દરખાસ્ત મુકવા તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...