• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sales Of Masks Increased By 1000%, Daily Sales Increased From 10 Thousand To 1 Lakh, Sales Of Medicines Increased By 10% In Vadodara

માસ્ક જ મસ્ટ:વડોદરામાં માસ્કના વેચાણમાં 1000 ટકાનો વધારો, રોજનું વેચાણ 10 હજારથી વધીને 1 લાખે પહોંચ્યું, દવાઓનું વેચાણ 10 ટકા વધ્યું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં થોડા દિવસથી મલ્ટી વિટામીન, વિટામીન Cની દવાનું વેચાણ પણ વધ્યું છે
  • શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે 6 હજાર બેડ તૈયાર કરવામાં આવશે

વડોદરામાં કોરોનાના કેસ વધતા માસ્કના વેચાણમાં પણ વધારો થયો છે. શહેરમાં માસ્કના વેચાણનો આંકડો હજારોથી વધી લાખ સુધી પહોંચ્યો છે. એક મહિના પહેલા રોજના 10 હજાર માસ્કનું વેચાણ થતું હતું. આજે રોજના 1 લાખ માસ્કનું વેચાણ થાય છે. આમ માસ્કના વેચાણમાં 1000 ટકાનો વધારો થયો છે. બે મહિના પહેલા કોરોનાના કેસમાં ઘડાટો થતાં માસ્કનું વેચાણ ઘટ્યું હતું. જો કે, ફરી એકવાર કેસ વધતા લોકો સતર્ક બની રહ્યા છે, જેના કારણે માસ્કની ખરીદી કરી રહ્યા છે. સાથે જ શરદી જેવા લક્ષણો દેખાતા લોકો ડોક્ટરની સલાહ પર દવાઓ લઇ રહ્યા છે. જેથી મલ્ટી વિટામીન, વિટામીન Cની દવાઓના વેચાણમાં પણ 10 ટકાનો વધારો થયો છે.

મલ્ટી વિટામીન, વિટામીન Cની દવાનું વેચાણ પણ વધ્યું
દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં ફેડરેશન ઓફ વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં માસ્ક અને દવાઓના વેચાણમાં વધારો થયો છે. શહેરમાં એકાદ મહિના પહેલા દરરોજ 10 હજાર આસપાસ માસ્ક વેચાતા હતાં જે હવે વધીને રોજ હવે એક લાખ માસ્ક વેચાય છે. આ સાથે જ થોડા દિવસથી મલ્ટી વિટામીન, વિટામીન Cની દવાનું વેચાણ પણ વધ્યું છે.

બે મહિના પહેલા કોરોનાના કેસમાં ઘડાટો થતાં માસ્કનું વેચાણ ઘટ્યું હતું. જો કે, ફરી એકવાર કેસ વધતા લોકો સતર્ક બની રહ્યા છે(પ્રતિકાત્મક તસવીર)
બે મહિના પહેલા કોરોનાના કેસમાં ઘડાટો થતાં માસ્કનું વેચાણ ઘટ્યું હતું. જો કે, ફરી એકવાર કેસ વધતા લોકો સતર્ક બની રહ્યા છે(પ્રતિકાત્મક તસવીર)

માસ્ક અને વેક્સિન કોરોના સામેનું મુખ્ય હથિયાર છે
ઇન્ડિયન મેડિકલ એસોશિયેશન (IMA)ગુજરાતના પ્રમુખ ડો. પરેશભાઇ મજમુદારે દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યં હતું કે, કોરોનાના કેસ વધતા થોડા દિવસોથી માસ્કનું વેચાણ વધ્યુ છે. બીજી તરફ તાવ, શરદીના લક્ષણો દેખાતા જ દર્દીઓ ડોક્ટર પાસે જઇ રહ્યા છે, જેથી દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે. હાલ માસ્ક અને વેક્સિન કોરોના સામેનું મુખ્ય હથિયાર છે.

ત્રીજી લહેર માટે શહેરમાં 6 હજાર બેડ તૈયાર કરાશે
કોરોના સંક્રમણને પહોંચી વળવા શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે 6 હજાર બેડ તૈયાર કરવામાં આવશે. ત્રીજી સંભવિત લહેરમાં બાળકોને સંક્રમણ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખી બાળકો માટે 200 બેડની વ્યવસ્થા ઉભી કરાશે. આ સિવાય શહેરમાં 34 ધનવંતરી રથ દોડાવાશે.

વડોદરામાં રોજના 1 લાખ માસ્કનું વેચાણ થાય છે(પ્રતિકાત્મક તસવીર)
વડોદરામાં રોજના 1 લાખ માસ્કનું વેચાણ થાય છે(પ્રતિકાત્મક તસવીર)

વડોદરામાં એક દિવસમાં 21 બાળકોને કોરોના
શહેરમાં ગઇકાલે કોરોના 181 કેસ નોંધાયા હતાં. જેમાં 21 કેસ 2 વર્ષથી 18 વર્ષના એટલે કે બાળકોના નોંધાયા હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. ગઇકાલે 181 કેસમાંથી પશ્ચિમ ઝોનમાં 63 કેસ નોંધાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...