જેલ રોડ પરથી પાલિકાના કોન્ટ્રાક્ટરને લાકડા સો મિલમાં વેચી દેવા બદલ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં કોઇ પણ ટેન્ડર ભરી ન શકે તેવી તાકીદ કરવાની સાથોસાથ તેની રૂ.20 હજારની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે.
પાલિકાની ઓનલાઇન સમગ્ર સભામાં પણ આ મુદ્દો કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ ઊઠાવ્યો હતો.વાવાઝોડાને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા તા.15 મેના રોજ રચના બિલ્ડીંગ કોન્ટ્રાકટરને (ઉત્તર ઝોન)માં ઝાડની ડાળીઓ ટ્રિમિંગ અને કટીંગ કરવાનો ઇજારો આપવામાં આવેલો હતો. પરંતુ આ ઇજારદાર દ્વારા બીજા અન્ય સબ કોન્ટ્રાકટરને જેલ રોડ ઉપર વૃક્ષોનું ટ્રિમિંગ કરવાનો ઇજારો આપ્યો હતો. જેણે વૃક્ષોનું ટ્રિમિંગ કર્યા બાદ જે લાકડા મળ્યા તે ઇજારદાર દ્વારા ખાનગી સો-મિલમાં જમા કરાવવામાં આવ્યા હતા. જેની તપાસ ગાર્ડન વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને હવાલાના ડાયરેકટર ડો.મંગેશ જયસ્વાલને સોંપવામાં આવી હતી અને તેમણે શો કોઝ નોટિસ પણ ફટકારી હતી.
વૃક્ષો ના લાકડા ખાનગી સો મિલમાં લઇ જતા પકડાયેલા રચના કન્સ્ટ્રકશન સામે કડક કાર્યવાહી કરવા મેયર કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનર અને સૂચના આપી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને ડિપોઝિટ જપ્ત કરવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.