ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:સલાઉદ્દીન-ઉમરને ધર્માંતરણમાં 150 કરોડથી વધુ વિદેશી ફંડ મળ્યું, UP પોલીસની તપાસમાં ઘટસ્ફોટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન - Divya Bhaskar
આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન
  • સલાઉદ્દીન-ઉમર અમેરિકા, બ્રિટનથી ફંડ મેળવતા હતા
  • 5 વર્ષમાં ઉમરની સંસ્થાને વિદેશમાંથી 30 કરોડ મળ્યા, જેના 60 ટકા રકમ ધર્માંતરણ પાછળ

ઉત્તર પ્રદેશમાં બહાર આવેલા ધર્માંતરણ અને ફન્ડિંગના મામલાની તપાસ કરી રહેલી યુપી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ વિદેશમાંથી ફંડ મેળવવાનો મુખ્ય સ્ત્રોત્ર હતા અને તેમને અમેરિકા અને બ્રિટનથી મોટાભાગે ફંડ મળ્યું હતું. તેમને અત્યાર સુધી 150 કરોડથી વધુ રકમનું ફંડ મળ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે વડોદરા પોલીસ પણ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

યુપી પોલીસની આર્થિક શાખાની અત્યાર સુધી 150 કરોડ રૂપિયાનું ફન્ડિંગ વિદેશથી કરાયું હોવાનું બહાર આવ્યું છે. આ રકમ મૌલાના ઉમર ગૌતમ, કલીમ અને સલાઉદ્દીનને મોકલાઇ હોવાનું બહાર આવ્યું છે. યુપી એટીએસ હવે ફંડ મોકલનારી વિદેશી સંસ્થાઓ સામે તપાસ કરી રહી છે. યુપી એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે, ધર્માંતરણ માટે મળેલા વિદેશી ફંડનો અન્ય કામોમાં પણ ઉપયોગ કરાઇ રહ્યો હતો.

તપાસમાં બહાર આવ્યું હતું કે, 5 વર્ષમાં ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવા સેન્ટર અને ફાતીમા ચેરિટેબલ ટ્રસ્ટને 30 કરોડથી વધુ રકમ વિદેશી સંસ્થાઓ પાસેથી મળ્યું હતું પણ તેની માત્ર 60 ટકા રકમ ધર્માંતરણ માટે વપરાઇ હતી.વડોદરાના સલાઉદ્દીન શેખની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિનને 5 વર્ષમાં રૂા.28 કરોડ મળ્યા હતા, જે તેણે ઉમર ગૌતમને આપ્યા હતા. 22 કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલ હસન એજ્યુકેશનલ સોસાયટીને મળ્યા હતા. આ ફંડ દુબઇ, તુર્કી અને અમેરિકી સંસ્થાઓ તરફથી મોકલાઇ હતી.

આ ઉપરાંત મહારાષ્ટ્રના પ્રકાશ કાવડે ઉર્ફે એડમ અને તેના સાથીદારોને બ્રિટનની સંસ્થા પાસેથી 57 કરોડ ધર્માંતરણ માટે મળ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. યુપી પોલીસની એટીએસ ઉપરાંત ઇડી પણ ફન્ડિંગના સ્ત્રોત્ર શોધવા તપાસ કરી રહી છે વિદેશથી મોકલાયેલી આ રકમ ક્યાં વપરાઈ છે તેની સંપૂર્ણ તપાસ કરાઇ રહી છે. એટીએસે અત્યાર સુધી પકડેલા 16માંથી 10 સામે ચાર્જશીટ ફાઇલ કરી ચૂકી છે.

ભૂજ, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનમાં પણ તપાસ થશે
તપાસમાં સલાઉદ્દીને ગુજરાતના ભૂજ તથા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મસ્જિદો માટે ફન્ડિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સલાઉદ્દીન અને ઉમર ગૌતમ વડોદરા એસઆઇટીના 7 દિવસના રિમાન્ડ હેઠળ છે પોલીસ હવે આ તમામ સ્થળોએ જઇને બંનેની તપાસ કરશે તપાસમાં બંને સાથે કોણ કોણ સંપર્કમાં હતા તથા મહોમદ મનસુરી સહિતના શખ્સો સાથે બેસાડીને બંનેની ક્રોસ પૂછતાછ પણ કરાશે.