• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Salauddin Sheikh's Rs 79 Crore Hawala Scam, Rs 60 Crore Hawala From Dubai, Rs 19 Crore Funding From Checks In The Name Of Afmi Trust From 4 Countries

વડોદરા મની લોન્ડરિંગ કેસ:સલાઉદ્દીન શેખનું 79 કરોડનું હવાલા કૌભાંડ - દુબઇથી 60 કરોડ હવાલાથી, 4 દેશમાંથી આફમી ટ્રસ્ટના નામે ચેકથી 19 કરોડનું ફંડિંગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી) - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી)
  • સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના ભરૂચ, સુરત અને જમ્મુ-કાશ્મીરના સંપર્કોની તપાસ

ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા માટે સલાઉદ્દીન શેખ સહિતના આરોપીઓને છેલ્લા 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફતે રૂા.79 કરોડ મળ્યાં હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. જેમાંથી 60 કરોડ દુબઇથી હવાલા મારફતે મળ્યા હતા. તેમજ રૂા.19 કરોડ સલાઉદ્દીને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચેકથી મેળવ્યાં છે. સલાઉદ્દીન શેખ આણી મંડળીએ રૂા.7 કરોડ ગુજરાતની 8 સહિત દેશની 103 મસ્જિદોમાં ફંડીગ કર્યું છે. સલાઉદ્દીન શેખ અને તેની ગેંગના જમ્મુ-કાશ્મીર,ભરૂચ અને સુરતમાં પણ કોન્ટેક્ટ હોવાનું બહાર આવ્યું છે.

પેમેન્ટનો ગેરકાનૂની ગતિવિધિઓમાં ઉપયોગ થતો હતો
પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, તપાસમાં મની લોન્ડરીંગ અને હવાલાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ દ્વારા ગેરકાયદે મની લોન્ડરીંગ અને હવાલા દ્વારા ધર્મ પરિવર્તન, સરકાર વિરોધી આંદોલન અને કોમી તોફાનોમાં સંડોવાયેલા લોકોને છોડાવવા માટે ફંડીગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ 5 વર્ષમાં દુબઇથી હવાલા મારફતે 60 કરોડ મેળવ્યા છે. જયારે યુ,કે, યુએસએ,યુએઈ અને દુબઈથી રૂા.19 કરોડ આફ્મી ટ્રસ્ટે એફસીઆરએ થકી રિસિવ કર્યાં છે. ટ્રસ્ટમાંથી ચેક વગર પેમેન્ટ મળી શકે તેમ ન હતું. જેથી વેપારીઓ પાસેથી બોગસ બીલ લઇ ચેકના બદલામાં રોકડ સલાઉદ્દીને મેળવી હતી. જેનો ગેરકાનુની ગતિવિધીઓમાં ઉપયોગ કરતો હતો.

60 લાખ દિલ્હી મોકલ્યાં હતા
આ રોકડના ઉપયોગ થકી જ સલાઉદ્દીન ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવતો હતો. જે બાબતે યુ.પી એટીએસ દ્વારા ફરિયાદ પણ નોંધાઇ હતી. સલાઉદ્દીને દિલ્હીમાં ઉમર ગૌતમને રૂા.60 લાખ મોકલ્યાં હતાં. ઉમર ગૌતમની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ પણ હતાં. આ રૂા.60 લાખ થકી ઉમર ગૌતમ દ્વારા સરકાર વિરૂધ્ધ સી.એ.એના આંદોલનમાં ફંડીગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમી તોફાનોમાં ઝડપાયેલા આરોપીઓને છોડાવવા માટે પણ આ જ ફંડનો ઉપયોગ કરાયો હતો.

મહમદહુસેન મન્સુરી
મહમદહુસેન મન્સુરી

પેનડ્રાઈવ તોડી નાખનાર મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાંચે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દિન શેખ, મહમદહુસેન ગુલામરસુલ મન્સુરી (બંને રહે-વડોદરા) અને મોહમદ ઉમર ગૌતમ (રહે-દિલ્લી) વિરૂધ્ધ ધર્માંતરણ સહિતના ગુનાઓ માટે ફરિયાદ દાખલ કરેલી છે. ગુનાની તપાસ દરમિયાન આફમી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદૃીન શેખે હવાલાથી મેળવેલા ફંડની વિગતો, મસ્જીદ તૈયાર કરવા, ગેરકાયદેસર ધર્માંતરણ તેમજ દિલ્હી ખાતે મોકલેલ ગેરકાયદેસર ફંડીંગ અંગેના દસ્તાવેજી પુરાવા તથા એક પેનડ્રાઈવનો ઈરાદાપૂર્વક નાશ કરવા અંગે આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક આવેલ મુસ્લીમ મેડીકલ સેન્ટર નામની હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા આરોપી મહમદહુસેન ગુલામરસુલ મન્સુરી (રહે. વડોદરા)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સલાઉદીન શેખ માટે કામ કરતા અન્ય સ્થાનિક લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

103 મસ્જિદોને 7.50 કરોડનું ફંડિંગ, સૌથી વધુ મહારાષ્ટ્રમાં
હવાલાથી જે રૂપિયા 60 કરોડ આવ્યાં છે તેમાંથી દેશની 103 મસ્જિદોને રૂા.7.50 કરોડનું ફંડિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી આસામની 3, ગુજરાતની 8 મસ્જિદ,મહારાષ્ટ્રની સૌથી વધુ 45, મધ્યપ્રદેશની 17 અને રાજસ્થાનની 30 મસ્જિદને ફંડિંગ કરવામાં આવ્યું છે.

60 કરોડ ક્યાં વાપર્યા તેની તપાસ
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રૂા.60 કરોડનું બીજી કઈ ગેરકાનૂની ગતિવિધિ માટે ફંડિંગ કરાયું છે તેની તપાસ ચાલુ છે. આ ઉપરાંત સલાઉદ્દીન શેખના આફમી ટ્રસ્ટમાંથી નાણા કાઢવા માટે જે સપ્લાયરોએ બોગસ બીલ બનાવીને આપ્યાં હતાં,તે સપ્લાયરોને પણ પોલીસ શોધીને પૂછપરછ કરી રહી છે. આફમી ટ્રસ્ટ ઉપરાંત અન્ય ટ્રસ્ટોની પ્રવૃત્તિ પર સુરક્ષા એજન્સીઓની નજર છે.

અન્ય સમાચારો પણ છે...