ગાડી પાટે:પગાર-પેન્શન અને કામોના પાલિકાએ 250 કરોડ ચૂકવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ કરતાં 30 કરોડ વધુ ચૂકવાયા
  • ​​​​​​​ગત વર્ષે રૂપિયા 220 કરોડનું ચુકવણું કરાયું હતું

પાલિકા દ્વારા કોરોનાકાળની દિવાળીની સરખામણીમાં આ દિવાળીમાં 30 કરોડ રૂપિયાનું વધુ ચુકવણું કરવામાં આવ્યું હતું. આ વખતે ચુકવણીનો આંકડો 250 કરોડે પહોંચ્યો હતો. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે આ સમયગાળામાં આરોગ્યલક્ષી સેવાનાં ચુકવણાં પર વધુ પ્રાધાન્ય અપાયું હતું અને તેને લગતા ખર્ચા પણ કરાયા હતા. આ સિવાય કોન્ટ્રાક્ટરોને જરૂરી ચુકવણાંને પણ પ્રાથમિકતા અપાઈ હતી અને તે ટાણે 45 કરોડના પગાર સાથે 220 કરોડનું ચુકવણું દિવાળી પૂર્વે કરાયું હતું. કોરોનાનો કહેર આ વખતે લગભગ શાંત જેવી હાલતમાં છે.

આ સંજોગોમાં પાલિકાની કામો કરવાની ગાડી ફરીથી પાટા પર ચડી ગઈ છે અને તે મુજબ ચુકવણા કરાઈ રહ્યા છે. આ વર્ષે પાલિકાના કર્મચારીઓના પગાર, પેન્શન અને બોનસ એડવાન્સમાં ચૂકવવામાં આવ્યા છે અને આ ચુકવણું 50 કરોડની આસપાસ છે. એટલું જ નહીં, વિકાસનાં કામોમાં બ્રેક ન વાગે તે માટે કોન્ટ્રક્ટરોને જુદા જુદા હેડ હેઠળનાં કામો માટે 200 કરોડો રૂપિયાના ચુકવણા દિવાળીના તહેવારના એક દિવસ પૂર્વે કરવામાં આવ્યા હતા અને તેની સાથે કુલ પેમેન્ટનો આંક 250 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...