દરખાસ્ત રજૂ કરાશે:મ.સ.યુનિ.ના 600 હંગામી અધ્યાપકોનો પગાર વધારાશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મળનારી સિન્ડિકેટની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે

મ.સ. યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોનો પગાર વધારવા માટેની દરખાસ્ત સિન્ડિકેટની બેઠકમાં મૂકાઈ છે. ગત વર્ષે પણ હંગામી અધ્યાપકોના પગારમાં વધારો કરાયો હતો. આ વખતે પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારો કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે

મ.સ. યુનિ.માં 600 જેટલા હંગામી અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે, જેમનો પગાર વધારવાની દરખાસ્ત 30 જુલાઇએ મળનારી સિન્ડિકેટમાં રજૂ કરાઈ છે. પીએચડી થયેલા હંગામી અધ્યાપકોનો પગાર 30 હજાર તથા નેટ-સ્લેટ ક્લીયર કર્યું હોય તેવા હંગામી અધ્યાપકોનો પગાર 28 હજાર કરવાની દરખાસ્ત સિન્ડિકેટમાં રજૂ કરાશે. ગત વર્ષે હંગામી અધ્યાપકોનો પગાર 22 હજારમાંથી વધારીને 25 હજાર કરાયો હતો. આ વખતે પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

બેઠકમાં યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના જે.એમ. હોલના સીસીટીવી તોડી નાખવાની ઘટના સંદર્ભે કમિટીનો રિપોર્ટ રજૂ કરાશે. જેમાં વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરાય તેવી શક્યતા છે. આ સિવાય યુનિવર્સિટીના લોગોનો વિદ્યાર્થી સંગઠન દ્વારા દુરુપયોગ કરવા બદલ કમિટીનો રિપોર્ટ પણ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...