ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:સલાઉદ્દીન-ઉમર આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની આશંકા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાસ વાહનમાં લવાયા, 30થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત - Divya Bhaskar
ખાસ વાહનમાં લવાયા, 30થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત
  • બંનેને કોર્ટમાં રજૂ કરાયા, લાંબી કાર્યવાહી બાદ રિમાન્ડ રિપોર્ટ રજૂ
  • બપોરે 3-30 વાગ્યાથી શરૂ થયેલી કોર્ટ કાર્યવાહી રાતે 12.20 બાદ પણ ચાલુ

ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો મેળવવા શહેર પોલીસે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ યુપીની સ્પે. કોર્ટના આદેશથી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને લઈ યુપી પોલીસ શનિવારે બપોરે વડોદરા દિવાળીપુરા કોર્ટમાં પહોંચી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરાતાં કસ્ટડીના મુદ્દે આરોપીઓના વકીલ અને સરકારી વકીલની દલીલો બાદ કાનૂની પ્રક્રિયા લાંબી ચાલી હતી.

આરોપીઓના વકીલે પોલીસે રિમાન્ડ રિપોર્ટ રજૂ કર્યો ન હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. અદાલતે બંનેને જ્યુ. કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરી પોલીસને રિમાન્ડ રિપોર્ટની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસે રાત્રે રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી. રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે, સલાઉદ્દીન-ઉમર આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા છે.

યુપી પોલીસના કબજામાં રહેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો ટ્રાન્સીટ રિમાન્ડ દ્વારા કબજો મેળવવાની તજવીજ કરી હતી. સૂત્રોએ જણાવ્યું ંકે, યુપીની સ્પેશિયલ કોર્ટ દ્વારા બંનેને વડોદરાની 8મા નંબરની જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવાનો યુપી પોલીસને આદેશ કરતાં શનિવારે બપોરે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે ડીસીબીના ગુનામાં તેમને બંનેની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી કરવા બંને આરોપીની કસ્ટડી માંગી હતી. જેનો આરોપીઓના વકીલે વિરોધ કર્યો હતો અને આરોપી પોલીસની કસ્ટડીમાં હોવાનું જણાવી જો કસ્ટડી લેવી હોય તો રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બંનેને અદાલતે કસ્ટડીમાં લઇ પોલીસને રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે રાત્રે રિમાન્ડ રિપોર્ટની કાર્યવાહી કરી હતી.

પોલીસે રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવો જોઇતો હતો પણ રિમાન્ડ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને એરેસ્ટ કરવાની માગ કરતાં અમે વિરોધ કર્યો હતો અને આ પ્રકારનું પ્રોવિઝન કાયદામાં નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસની અરજી ટેક્નિકલ મુદ્દા પર રિજેકટ થઇ હતી પણ પોલીસને તક અપાઇ હતી કે તમે રિમાન્ડ રિપોર્ટ રજૂ કરો. પહેલાં તેમણે ના પાડી હતી પણ ત્યારબાદ પોલીસે રિમાન્ડ રિપોર્ટ રજુ કર્યો હતો, તેમ સલાઉદ્દીનના વકીલ અર્શ શેખે જણાવ્યું હતું. બીજી તરફ પોલીસનું વલણ એ હતું કે કાયદામાં જોગવાઇ મુજબ પોલીસને આરોપીઓને 24 કલાકની કસ્ટડી મળવી જોઇએ.

ખાસ વાહનમાં લવાયા, 30થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત
યુપી પોલીસ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લઇને શનિવારે બપોરે ખાસ વાહનમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં લઇને આવી હતી અને તે વખતે કોર્ટ સંકુલમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એસઓજી પોલીસના અધિકારીઓ તથા 30થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત કોર્ટમાં ગોઠવી દેવાતાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...