જામીન નામંજૂર:1 કરોડ રૂપિયાની ઠગાઇમાં સજ્જાદના જામીન નામંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોંબીવલીના સજ્જાદે નોકરીના બહાને લોકોને ઠગ્યા
  • ​​​​​​​મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશ રાજ્યના લોકો છેતરાયા હતા

નોકરીના બહાને રૂા.1.08 કરોડ પડાવવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ભાયલીના વેપારીએ પોતાના મોબાઇલમાં લીન્ક ઇન નામની એપ્લીકેશન ડાઉન લોડ કરી હતી અને તેણે નોકરી માટે તેમાં પોતાનો બાયોડેટા અને ફોટોગ્રાફ્સ સહિતની વિગતો મુકી હતી. જેના આધારે બેજાબાજ શખ્સોએ વેપારીનો સંપર્ક કર્યો હતો. તેમને મેન પાવર સર્વિસની મેમ્બરશિપ લેવાનું પ્રલોભન આપી વેપારી પાસેથી ઓન લાઇન 1,08,71,884ની રકમ મેળવી હતી.

જો કે, માતબર રકમ મેળવ્યાં બાદ આ રકમ પરત કરવામાં આવી ન હતી અને ગઠીયાઓએ ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી સાત આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સહિતના અન્ય રાજ્યના લોકો પણ છેતરાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેમાં સાત આરોપી પૈકી આરોપી સજ્જાદ સતારબેગ ઉર્ફે સુરેશ બેગ (રહે. ડોંબીલવી, મુંબઇ)એ અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યાં બાદ અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...