ધરપકડ:રું.40 કરોડની જમીન પચાવવાના ગુનામાં સાજન ભરવાડ પકડાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાજન ભરવાડ - Divya Bhaskar
સાજન ભરવાડ
  • ફરિયાદના 7 દિવસ બાદ નાટકીય રીતે ઘરમાંથી જ મળી આવ્યો
  • ગોત્રીની​​​​​​​ જમીન અંગે ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો

ગોત્રીની 35થી 40 કરોડની 9 હજાર ચો.મીટર જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડનાર ભાજપના કાર્યકર સાજન ભરવાડ સહિત 8 સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ગોત્રી પોલીસે શનિવારે બપોરે સાજન ભરવાડને તેના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હતી. ફરિયાદના 7 દિવસ બાદ સાજન તેના ઘરમાંથી જ નાટકીય રીતે મળી આવ્યો હતો.

ગોત્રી પોલીસમાં નોંધાયેલી 40 કરોડની છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાયા બાદ ભાજપનો કાર્યકર સાજન ભરવાડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે તેના આશ્રયસ્થાનો પર દરોડા પાડીને તેની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે, ગણપત મોતી પરમાર, કમળાબેન પરમાર અને નોટરી હરીશચન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જ્યારે સાજન ભરવાડના ઘર સહિતનાં આશ્રય સ્થાન પર દરોડા પાડ્યા હતા. શનિવારે સાજન ભરવાડ તેના ઘેર આવ્યો હોવાની બાતમી પીઆઇ વિનોદ વાણીયાને મળતાં પોલીસે તેના વિશ્રાંતી એસ્ટેટના બંગલોમાંથી તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...