નવરાત્રિ પર્વે મહાવિષ્ણુયાગ:વડોદરા નજીક વરણામાં ખાતેસ્વામિનારાયણ ગુરુકુળમાં સંતોએ શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન કર્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાધના અને આરાધનાનું પર્વ નવરાત્રિ મહોત્સવ દરમિયાન સાધકો પોતપોતાના ઇષ્ટદેવ કે, માતાજીનું પૂજન આરાધન કરતા હોય છે. જેમાં કોઇ શારીરિક તપ દ્વારા તો કોઇ વ્રત અનુષ્ઠાન, યજ્ઞયાગાદિક દ્વારા આરાધન કરી પોતાના ઇષ્ટ દેવની પ્રસન્નતા મેળવતા હોય છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદ અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ઉજવાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે નવરાત્રિના પાવન પર્વે વડોદરાના વરણામાં ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં સંતોએ પ્રાતઃકાળે શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ યજ્ઞશાળાને સુશોભિત કરી હતી.

ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નાતા અર્થે આયોજિત શ્રી મહાવિષ્ણુયાગના પ્રારંભે વિઘ્નવિનાયક દેવ શ્રી ગણપતિજી શ્રી લક્ષ્મીજી તેમજ નવગ્રહ આદિક વિવિધ દેવતાઓનું પૂજન કર્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતીની જ્યોતને યજ્ઞકુંડમાં વૈદિક મંત્રોના ગાન તેમજ ભગવાનના જય નાદો સાથે શ્રી પ્રભુ સ્વામી, શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી વૈરાગ્યસ્વરૂપદાસજી સ્વામીએ પધરાવ્યા હતા.

પ્રારંભમાં ભગવાનના 108 નામના જનમંગલ સ્તોત્ર દ્વારા આહૂતિ આપી સ્વામીશ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામીએ પૂજન અર્ચન કર્યું હતું. સવારના 8:30 વાગેથી પ્રારંભીત શ્રી મહાવિષ્ણુયાગમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વરણામાના સંતો સ્વામી અખિલેશદાસજી તથા છાત્રાલયનું સંચાલન કરતાં સ્વામીશ્રી બ્રહ્મર્ષિદાસજી તેમજ બાળ મંડળોનું સંચાલન કરતા સ્વામી ગુણ વલ્લભદાસજી સ્વામી, આત્મસ્વરૂપ દાસજી સ્વામી તેમજ વાસુભગત તથા વ્યવસ્થાપક અભીજીતસિંહજી વાઘેલા વગેરેએ આહુતીઓ અર્પી ભગવાનની પ્રસન્નતા મેળવી હતી.

આજના નવરાત્રીના પ્રથમ દિવસના શ્રી મહાવિષ્ણુયાગના યજમાન વિદ્યાર્થી નીલ નવનીતભાઇસુહાગિયાને તેમના 17માં બર્થ ડે પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...