• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Congress MLA Sukhram Rathwa Said, "The Government Will Not Send Us To Naxalite Activities. If We Want To Do Jharkhand, The Boys Are Ready

વિવાદાસ્પદ નિવેદન:કોંગ્રેસના MLA સુખરામ રાઠવાએ કહ્યું- સરકાર અમને નકસલવાદી પ્રવૃત્તિ તરફ ન મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો છોકરાઓ તૈયારી કરીને બેઠાં છે

પાવી જેતપુર23 દિવસ પહેલા
આદિવાસીઓના જાતીના દાખલા મુદ્દે ચાલતા ધરણાંના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા આવ્યા.
  • અમને અન્યાય થતો હોય તો ઝારખંડવાળી કરવી પડેઃ ધારાસભ્ય સુખરામ રાઠવા
  • આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દે ચાલતા ધરણાંમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આજે ગાંધી જયંતિના દિવસથી રાઠસેના દ્વારા આદીવાસીઓને જાતિના દાખલા મુદ્દે ચાલી રહેલી લડતને પગલે પ્રતિક ધરણાં શરૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા આકરાપાણીને આવીને વિવાદાસ્પદ નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે. સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર અમને નકસલવાદી પ્રવૃત્તિ તરફ ન મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો તેની પણ તૈયારી છોકરાઓ કરીને બેઠાં છે.

ધારાસભ્ય સુખરામ રાઠવા આંદોલનના સમર્થનમાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દે ઘણા સમયથી સમયાંતરે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે આજે ગાંધી જયંતીના દીવસથી રાઠસેના દ્વારા પાવી જેતપુર સેવા સદનની સામે પ્રતિક ધરણાંની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પહેલા જ દીવસે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. અને સાથે સાથે પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા પણ તેઓના સમર્થનમાં આવ્યા હતા.

વિવાદાસ્પદ નિવેદન કરતાં જ ખળભળાટ મચી ગયો
સુખરામ રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ હક્કની લડત છે યેનકેન પ્રકારે અમને આ સરકાર ન્યાય આપતી નથી. આ લડત લાંબી ચાલવાની છે. હક્કની લડતમાં અમારે જે લડત આપવી પડે તે આપીશું, મારુ એવું માનવું છે કે દાખલા પાછળથી પણ ચકાસી શક્યા હોત પણ ઈરાદા પૂર્વક છોટાઉદેપુર જિલ્લાને બાકાત રાખ્યો છે. સરકાર અમને નકસ્લાઇટ પ્રવૃત્તિ તરફ ન મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો તેની પણ તૈયારી છોકરાઓ કરીને બેઠાં છે. તેઓ આટલેથી અટક્યાં ન હતા અને જણાવ્યું કે અમને અન્યાય થતો હોય તો ઝારખંડવાળી કરવી પડે, સરકારી અધીકારીઓ સહકાર ના આપે તો કચેરીઓને તાળાં પણ મારવા પડે, રેકોર્ડ લાવવાની જવાબદારી સરકારની છે નહીં કે એલ.આર.ડી.ના ઉમેદવારોની. આવું નિવેદન કરતાં જ ખળભળાટ મચી ગયો છે.

આ હક્કની લડત છે યેનકેન પ્રકારે અમને આ સરકાર ન્યાય આપતી નથીઃ સખરામ રાઠવા
આ હક્કની લડત છે યેનકેન પ્રકારે અમને આ સરકાર ન્યાય આપતી નથીઃ સખરામ રાઠવા

ધારાસભ્યએ કેમ કર્યું આવું નિવેદન?
છેલ્લા ત્રણ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના 22 જેટલા એલ.આર.ડી.માં પસંદગી પામેલા યુવક-યુવતીઓને જાતિના દાખલાની ચકાસણીના બહાને ભરતી કરવામાં આવતી નથી. અન્ય વિભાગમાં પણ જાતીના દાખલાને કારણે આદિવાસી સમાજના યુવાનો નોકરીથી વંચિત રહી જાય છે. આ મુદ્દે ધારાસભ્ય સુખરામ રાઠવાએ વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે આકરાપાણીએ આવીને નિવેદન કર્યું છે.

22 જેટલા એલ.આર.ડી.માં પસંદગી પામેલા યુવક-યુવતીઓને જાતિના દાખલાની ચકાસણીના બહાને ભરતી કરવામાં આવતી નથી.
22 જેટલા એલ.આર.ડી.માં પસંદગી પામેલા યુવક-યુવતીઓને જાતિના દાખલાની ચકાસણીના બહાને ભરતી કરવામાં આવતી નથી.

આંદોલન શા માટે?
આજે ગાંધી જયંતિના દિવસથી રાઠસેના દ્વારા જાતિના દાખલાના પડતર પ્રશ્નને લઈને વારંવાર આંદોલનો કર્યા છે. સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી છે. તેમ છતાં ત્રણ વર્ષથી કોઈ પરીણામ ન આવતા અચોક્કસ મુદત માટે આજથી પ્રતિક ધરણાંનું આંદોલન શરૂ કરાયું છે.

(અહેવાલ: મિતેશ પટેલ, પાવી જેતપુર)