તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદ કેસ:સગીરાનું 164 મુજબ નિવેદન લેવાયું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમાનતુલ્લાહ ઉર્ફે રાજા - Divya Bhaskar
અમાનતુલ્લાહ ઉર્ફે રાજા
  • છાણીની સગીરા સાથે દુષ્કર્મ આચરી અપહરણ કર્યું હતું
  • કોરોના રિપોર્ટ બાદ વિધર્મી યુવકના રિમાન્ડ લેવાશે

છાણીની સગીરાને પ્રેમમાં ફસાવી 20 વર્ષીય વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે સગીરાનું 164 મુજબનું નિવેદન લીધું હતું. આરોપીનો કોવિડે ટેસ્ટનો રિપોર્ટ હજુ મળ્યો ન હોવાથી પોલીસ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

છાણીમાં રહેતી 10મા ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાને રણોલીમાં રહેતા મૂળ બિહાર દરભંગાના અમાનત તુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમે પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યા બાદ તેને લગ્નની લાલચ આપી વતન દરભંગા લઇ ગયો હતો. જોકે પોલીસને જાણ થઇ જતાં પરિવારને જાણ કરી બંનેને ફ્લાઇટમાં વડોદરા પરત બોલાવ્યાં હતાં.

પોલીસે અમાનતુલ્લાહની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ બાદ તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરાશે. બીજી તરફ આ બનાવમાં સગીરાનું 164 મુજબનું નિવેદન લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...