તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા કારેલીબાગ દુષ્કર્મ કેસ:સગીરાનાં કપડાં મયુદ્દીનની માસીએ સળગાવી દીધાં હતાં, પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી મયુદ્દીન ઉર્ફે મયૂરની તસવીર - Divya Bhaskar
આરોપી મયુદ્દીન ઉર્ફે મયૂરની તસવીર

કારેલીબાગની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ તપાસ કરતા તેની હાલોલના રવાલીયા ગામમાં રહેતી માસી નસીમબીબી મુસ્તાક ઉર્ફે લાલા મકરાણીની સંડોવણી બહાર આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. નસીમબાનુએ આરોપીને મદદ કરી આશરો આપ્યો હતો અને સગીરાના કપડા સળગાવી દીધા હતા, જેથી પોલીસે આ બનાવમાં પુરાવાનો નાશ કરવાની કલમનો પણ ઉમેરો કર્યો હતો.

શ્રમજીવી પરિવારની સગીરાને ભગાડી ગયો હતો
કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર ભગાડીને લઇ ગયા બાદ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે મયુદ્દીન ઉર્ફે મયુર મહેમુદખાન પઠાણ સામે અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુના નોંધી અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, મયુદીન સગીરાને રવાલીયા લઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...