ગત બે દિવસથી કોલકત્તા પોલીસે એક સગીરાને પકડવા માટે શહેરમાં ધામાં નાખ્યા હતા. સગીરાને લેવા કોલકત્તા પોલીસ પ્લેનમાં આવી હતી અને ગોરવા પોલીસને સાથે રાખી સગીરાને લોકેશન મુજબ શોધી તેને લઈને પરત કોલકત્તા ફરી હતી. કોલકત્તા પોલીસના એસઆઇ રાજીબ રોયના જણાવ્યા મુજબ, તારીખ 9ના રોજ સવારે બરતલ્લા પોલીસ સ્ટેશન કોલકત્તામાં એક ટેમ્પો ડ્રાઈવરે પોતાની 16 વર્ષીય દિેકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.
તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે તે છોકરી પોતાના પ્રેમી સાથે વડોદરાના જવાહર નગર વિસ્તારમાં છે. જેથી 9 તારીખે રાત્રે બરતલ્લા પોલીસના 2 અધિકારી પ્લેનમાં રાતે 3 વાગે વડોદરા પહોંચ્યા હતા અને જવાહર નગર પોલીસને સાથે રાખીને સગીરાની અને તેની સાથે આવેલા યુવકની તપાસ હાથ ધરી હતી.
ગણતરીના કલાકોમાં પોલીસે સગીરાની અને યુવકની અલગ અલગ સ્થાનેથી અટકાયત કરી હતી અને વહેલી સવારે સગીરાને સયાજીમાં સામાન્ય શારિરીક તપાસ માટે લઈ ગયા હતા. શરુઆતમાં સગીરાએ તપાસ કરવાની ના પાડી હતી પણ પાછળથી તે તૈયાર થઇ ગઇ હતી. તપાસ બાદ કલકતા પોલીસ સગીરાને લઇ રવાના થઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.