કાર્યવાહી:બાપોદમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ, યુવક પોલીસ સ્ટેશને હાજર થતાં ધરપકડ કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી હાજતે જવાનું કહી સગીરા ગુમ થઈ હતી

બાપોદ વિસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર યુવક હાજર થતાં બાપોદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.બાપોદ પોલીસ મુજબ 6 જુલાઈએ સવારે 10 વાગે માતા જમવાનું બનાવતી હતી ત્યારે સગીરા માતાને મામીના ઘેર કુદરતી હાજતે જવાનું કહી વાર થવા છતાં પરત નહીં જતાં માતા ભાભીના ઘરે શોધવા ગઇ હતી, પરંતુ તે ન મળતાં પતિને ફોન કર્યો હતો. પતિ ડભોઇથી વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કરતાં પિતાને જાણવા મળ્યું કે, એકતાનગર પોલીસ ચોકીની બાજુમાં રહેતો તૌફિક સુભરાતીશા દિવાન (ઉ.વ.29) સગીરાને ભગાડી ગયો છે.

સગીરાના પિતાએ તૌફિકનાં માતા-પિતાને કહ્યું હતું કે, જો તમે બંનેને નહીં બોલાવો તો અમે પોલીસ મથકે જઇશું. ત્યારબાદ ફરિયાદ નોંધાવવા બાપોદ પોલીસમાં પહોંચ્યા ત્યારે તૌફિક અને સગીરા પહોંચ્યાં હતાં. સગીરાએ કહ્યું હતું કે, લગ્નની લાલચ આપી તૌફિક ડભોઇ લઇ ગયો હતો. તૌફિક વિરુદ્ધ બાપોદ પોલીસે અપહરણ, છેડતી અને પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. બંનેના પરિવાર અગાઉ એક જ મહોલ્લામાં રહેતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...