તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ‘લવજેહાદ’નો ગઢ?:વધુ એક સગીરાનું અપહરણ કરી મુસ્લિમ યુવકનું અનેક વખત દુષ્કર્મ; પાવાગઢ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, યુવકની ધરપકડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી મયુદ્દીન ઉર્ફે મયુરની તસવીર - Divya Bhaskar
આરોપી મયુદ્દીન ઉર્ફે મયુરની તસવીર
  • છાણીની દુષ્કર્મની ઘટના બાદ વધુ એક કિસ્સો પોલીસ ચોપડે

શહેરમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સગીરા રહસ્યમયરીતે ગુમ થઈ ગઈ હતી
શહેરમાં લવજેહાદના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. કારેલીબાગમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેઓની મોટી સગીર પુત્રી ગત 2જી તારીખે રાતે તેના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી નહતી. જોકે એક મહિના અગાઉ કાસમઆલા કબ્રસ્તાન નજીક ઇન્દીરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો અને મજૂરી કામ કરતો મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ તેઓના ઘરે બેસવા આવતો હતો. જે તેઓની પુત્રીને એકાંતમાં શારીરિક અડપલાં કરતો હતો.

અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું
તે સમયે સગીરાની માતાએ આમ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી પરીવારે મયુદ્દીનના ઘરે જઈ તપાસ કરી હતી તો તે મળ્યો નહતો. પરીવારે જાણ કરતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેને પાવાગઢ નજીકનાં ગામડામાંથી બંનેને ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછ મયુદ્દીન ઉર્ફે મયુર તેને લઈને પાવાગઢની તળેટી, બાસ્કા અને બીજાં અનેક ગામોમાં ફર્યો હતો. તેણે સગીરા પર અનેકવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...