ભાંડો ફૂટ્યો:મિત્રને મોબાઇલ ફોન અપાવવા સગીરાએ ઘરેથી દાગીના ચોર્યા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધનતેરસે માતા-પિતાએ પૂજા કરવા ઘરેણાં કાઢ્યા ત્યારે ભાંડો ફૂટ્યો
  • દિકરી યોગ્ય પ્રત્યુત્તર આપતી ન હોય અભયમની મદદથી કાઉન્સેલિંગ કરાયું

વાડી વિસ્તારની 15 વર્ષીય સગીરાએ મિત્રને ફોન અપાવવા માટે દાગીના ગિરવે મુક્યાં હતા. ધન તેરસે પૂરતા દાગીના ન જણાતાં માતા પિતાએ દીકરીને પૂછ્યું હતું પરંતુ તેને પ્રત્યુત્તર ન આપતા આખરે અભયમની મદદ લેવાઇ ત્યારે જાણ થઇ હતી કે દાગીના ઘરેથી ચોરીને તેને મિત્રને આપ્યા હતા. વાડી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરની ટ્યુશન જતા રસ્તાના એક ફુગ્ગાવાળા યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. જ્યારે ટ્યુશન ના હોય ત્યારે પણ માતા પિતાની જાણ બહાર સગીરા યુવક મિત્ર સાથે બહાર ફરવા જતી હતી.

થોડા સમય બાદ યુવકને નવા મોબાઈલ ની જરૂર પડતાં સગીરા ને ભોળવીને તેની પાસે ઘરેથી ઘરેણાં મંગાવ્યા હતા અને એ ઘરેણાં ને ગિરવે મુકી ને યુવકએ મોબાઈલ લીઘો હતો.ધનતેરસ નિમિતે પરિવાર ઘરેણાં પૂજા માટે કાઢતા ઘરેણાં ઓછા દેખાતા સગીરની માતા એ સગીરની પૂછપરછ કરી હતી. પરંતુ સગીરા એ કોઈ જવાબ ન આપતાં પરિવારે છેવટે અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમની ટીમે સગીરાના ઘરે પહોંચી ને તેની સાથે વાત કરી તેને સમજાવી હતી, ત્યારબાદ સગીરાએ જણાવ્યું હતું કે તેના મિત્રને મોબાઇલ ફોન લેવા હતો જેથી તેને ઘરમાંથી દાગીના ચોરીને તેને આપ્યા હતા.

જે તેના મિત્રએ ગીરવે મૂકયા હતા.જેથી અભયમની ટીમે યુવકને ગણતરીના સમયમાં ઝડપી પાડયો હતો અને ઘરેણાં પરિવારને પાછા આપવા કહ્યું હતું. પૈસા વપરાઈ ગયા છે અને હાલ માં કઈ નથી એમ કહી યુવકે ઘરેણાં આપવાની ના પાડી દીધી હતી, આ અંગે પોલીસને પણ જાણ કરાઇ હતી.