તપાસ:અપહરણ કરનાર સહિત સગીરા પોલીસમાં હાજર

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરાયું
  • પોલીસે બન્ને ક્યાં રોકાયા હતાં તેની તપાસ આદરી

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી સગીરાનું લગ્નના ઇરાદે શો- રૂમના કર્મચારીએ અપહરણ કર્યું હતું. પોલીસ ફરિયાદ થતાં આરોપી અને સગીરા પોલીસ સમક્ષ જાતે હાજર થયા હતા.ગોરવા પોલીસે બનાવના સંબંધમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

ગોરવા પોલીસ મુજબ 6 જૂનના રોજ સવારના 9-30 વાગે સગીરાને કોઈ અજાણ્યો ઇસમ ભગાડી ગયો હતો તેવી ફરિયાદ સગીરાના પરિવારજનોએ ગોરવા પોલીસ મથકે નોંધાવી હતી. ગોરવા પોલીસે તપાસ કરવા છતાં સગીરા અને તેનું અપહરણ કરનાર આરોપી પકડાયો ન હતો.દરમિયાન સગીરા અને આરોપી નીતેશ જયંતિભાઈ પરમાર (રે.પાદરા) ગોરવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ગોરવા પોઈ એચ.ડી.તુવરે બંનેનું નિવેદન લઇ તપાસ હાથ ધરી છે. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવાની ગતિવિધી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોરવા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બંને છેલ્લા છ મહિનાથી સંપર્કમાં હતા, બંને દૂરના સગાં પણ થતાં હોવાનું સપાટી પર આવ્યું છે. બંને પાદરા તાલુકામાં હતા એમ પણ તપાસમાં બહાર આવ્યું છે. બંને જણાં કયાં કયાં રોકાયા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે ફરિયાદ નોંધાઇ હોવાની જાણ થતાં સગીરા ગભરાઈ જતાં બંને હાજર પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...