તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડોગ રાખવા બાબતે ઠપકો મળતાં સગીરાએ ઘર છોડ્યું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ પહોંચી ભૂલ સમજાતાં તે વડોદરા પરત ફરી
  • એટીએમમાં જવાના બહાને ઘેરથી નિકળી સગીરા અમદાવાદ થઇ મુંબઇ જતી રહી હતી

શહેરના સયાજીગંજ વિસ્તારની સુખી સંપન્ન પરિવારની સગીરાને તેની માતાએ ડોગ રાખવા બાબતે ઠપકો આપતાં ડોગ લવર સગીરા ઘર છોડીને નિકળી ગઇ હતી. જો કે મુંબઇ પહોંચ્યા બાદ તેને પોતાની ભુલ સમજાતા તેણે મુંબઇથી માતાને ફોન કર્યો હતો અને ઘેર પરત ફરી હતી.

સયાજીગંજ વિસ્તારમાં રહેતી સગીરાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે મંગળવારે સવારે 10-30 વાગે તેમની કામવાળીને પગાર આપવાનો હોવાથી પૈસા ઉપાડવા માટે તેમણે પોતાની પુત્રીને એટીએમમાં મોકલી હતી પણ ત્યારબાદ તે ઘેર પરત આવી ન હતી. સયાજીગંજ પોલીસ આ સાંભળતા જ ચોંકી ઉઠી હતી અને તપાસ શરુ કરી હતી. પોલીસે બનાવના સંબંધમાં ‌ વિવિધ વિસ્તારોમાં ગહન તપાસ હાથ ધરી હતી.વિવિધ સ્થળોએ વિવિધ લોકો સાથે પુછપરછ પણ કરી હતી પરંતુ સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.

દરમિયાન, બુધવારે સવારે સગીરાએ તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે તે મુંબઇ પહોંચી છે જેથી માતાએ તેને સમજાવતા તે વડોદરા પરત ફરી હતી. પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે ડોગ લવર છે અને ડોગને ખવડાવવું અને સારસંભાળ કરવી તેને ગમે છે . તેના ઘરમાં તેણે ડોગ પણ પાળ્યો છે પણ માતાએ ડોગ બાબતે તેને ઠપકો આપતાં તેને ગુસ્સો આવ્યો હતો અને તે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ઘેરથી નિકળ્યા બાદ તે સીધી રિક્ષામાં બેસી ગઇ હતી અને બસ ડેપો પહોંચી વોલ્વો બસ દ્વારા અમદાવાદ પહોંચી હતી. જો કે ત્યાર પછી પણતેને ગુસ્સો હોવાથી તે અમદાવાદથી વોલ્વોમાં બેસીને વહેલી સવારે 4-30 વાગે મુંબઇ પહોંચી હતી.

મુંબઇ પહોંચ્યા બાદ તેને ભુલ સમજાતા તેણે માતાને ફોન કર્યો હતો. તેની માતાએ ડોગ બાબતે હવે હું કંઇ નહી કહું, તું ઘેર આવી જા તેમ કહી તેને સહાનુભુતીથી સમજાવતા તે વડોદરા પરત આવી ગઇ હતી. સગીરા ઘેર પરત આવતાં તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. તેના પિતા સાઉદીમાં કામ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...