તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલિંગ:સાયન્સમાં ભણવાના કુટુંબના દબાણથી સગીરાનો ગૃહત્યાગ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શી ટીમને ડેપોમાંથી સગીરા મળી
  • સંતરામપુરથી માતા-પિતા વડોદરા દોડી આવ્યાં

સંતરામપુરમાં રહેતી 10માં ધોરણમાં ભણતી 16 વર્ષીય સગીરાને તેના શિક્ષક માતા-પિતાએ ધો.11માં વિજ્ઞાન પ્રવાહ લેવાનું દબાણ કરતાં સગીરાને લાગી આવ્યું હતું અને ઘર છોડી દીધું હતું. જોકે વડોદરા એસટી ડેપોમાં આ સગીરા વિશે સયાજીગંજ પોલીસની શી ટીમને જાણ થતાં પોલીસે તેનું કાઉન્સેલીંગ કરી તેના પરિવારને જાણ કરી હતી.

પોલીસની શી ટીમ બસ ડેપો પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે 16 વર્ષીય સગીરા નિરાશ ઊભેલી જોઇ હતી. જેથી પોલીસની ટીમે તેને પાણી પીવડાવીને પૂછપરછ કરતાં તેણે નામ અને સંતરામપુરમાં રહેતી હોવાનું જણાવી વિતકકથા જણાવી હતી.

સગીરાએ જણાવ્યું કે તે 10મું ધોરણ ભણેલી છે અને 11માં ધોરણમાં તેનાં શિક્ષક માતા-પિતા વિજ્ઞાન પ્રવાહ લેવા દબાણ કરે છે પણ તે સામાન્ય પ્રવાહ લેવા માગે છે. માતા-પિતાના દબાણથી રીસાઇ સવારે 8 વાગે ઘર છોડી નીકળી વડોદરા પહોંચી હતી. તેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેના પિતાને જાણ કરાઈ હતી. જેથી તેનાં માતા-પિતા વડોદરા દોડી આવ્યાં હતાં અને પોલીસે સગીરાને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...