તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર કિસ્સો:સગીરા લગ્નની જીદે ચડતાં અભયમની મદદ લેવી પડી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા મહારાષ્ટ્ર જતા રહેતા સગીરા માતા સાથે રહે છે

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાએ નોકરી અને લગ્ન કરવાની જીદ કરતાં અભયમની ટીમે તેને સમજાવીને મામલો થાળે પાડયો હતો.

અભયમની ટીમે જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પરિવાર જોબ કરવાની અને લગ્ન કરવાની ના પાડે છે. તેના ઘેર જઇને ટીમે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેનાં માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં તેના પિતા પત્ની અને 17 વર્ષની સગીરાને પિયરમાં મૂકીને મહારાષ્ટ્રમાં નોકરી કરવા જતા રહ્યા હતા. જેથી સગીરાએ તેની માતાને આર્થિક રીતે મદદ થઇ શકે તે માટે બિલ્ડરને ત્યાં નોકરી કરવાનું નક્કી કર્યું હતું પણ તેની માતાએ ના પાડી હતી.

જોકે સગીરાએ નોકરી કરવાની જીદ કરી હતી અને જણાવ્યું હતું કે, તેના સાહેબે રોજ ગાડીમાં લાવવા-લઇ જવાની ઓફર કરી છે. સગીરાએ તેના પરિચયમાં આવેલા 18 વર્ષના યુવક સાથે લગ્ન કરવાની પણ જીદ કરી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી યોગ્ય સમજ આપતાં આખરે તે માની હતી અને મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...