વડોદરા ક્રાઇમ ન્યૂઝ:માંજલપુર વિસ્તારમાં લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ, કારેલીબાગમાં મારામારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા શહેરના માંજલપુરમાંથી એક સગીરાને યુવક ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. તો બીજી તરફ શહેરના કારેલીબાગ વિસ્તારમાં મારમારીની ફરિયાદ દાખલ થઇ છે.

લગ્નની લાલચ આપી ભગાડી ગયો
વડોદરાના રૂપાપુરા ગામમાં રહેતા આરોપી કલ્પેશ ભાઇલાલભાઇ ગોહિલ કિશોરી સગીર હોવાનું જાણતો હોવા છતાં લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કલ્પેશ સગીરાને 19 માર્ચ 2022ના રોજ ભગાડી ગયો હતો. ત્યારેથી સગીરા મળી નથી. આ અંગે પોલીસે સગીરા અને આરોપી કલ્પેશની શોધખોળ શરૂ કરી છે.

કારેલીબાગમાં મારામારી
વડોદરા શહેરના કારેલીબાગના નાગરવાડા ચાર રસ્તા પાસે ઉઝમાબાનું સુંધીયાવાલા અને તેના પિતા પર પતિ સાબીરહુસેન તેમજ સાસરીયાએ ઝપાઝપી કરી, અપશબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...