તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ઘરેથી ભાગેલા સગીરે પૂના અને મુંબઈની ક્લબમાં પૈસા ઉડાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવાપુરાનો સગીર 19મીએ ગુમ થતાં પરિવાર ચિંતિત હતો
 • પોલીસે મોબાઇલ લોકેશન આધારે સગીરને પૂનાથી શોધી કાઢ્યો

ફરવા માટે ઘરેથી નીકળી ગયેલો 14 વર્ષિય સગીર પૂના પહોંચી જતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેને શોધી કાઢ્યો હતો. પોલીસે પૂના પહોંચી સગીરને તેનાં માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. સગીર ઘરેથી 1 લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો અને મુંબઈ તેમજ પૂનાની ક્લબમાં પૈસા વાપર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા સંગીત કલાકારનો 14 વર્ષિય દીકરો ધોરણ 10માં અભ્યાસ કરે છે. 19 ડિસેમ્બરના રોજ બપોરે 3:1‌5 કલાકે સગીર ઘરમાં કોઈને કહ્યા વગર ફરવા માટે પૂના જતો રહ્યો હતો.

બીજી તરફ દીકરો ઘરે ન પહોંચતાં પિતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી. ભગોરા અને તેમની ટીમ સગીરને શોધવામાં લાગી ગઈ હતી. દરમિયાન પૂના પહોંચેલા સગીરે નવું સિમકાર્ડ ખરીદી મોબાઈલ ચાલુ કરતાં પોલીસને સગીરનો મોબાઈલ પૂનામાં એક્ટિવેટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પૂનામાં સગીરે ભાડે ઘર રાખ્યું હતું. મોબાઈલ લોકેશનના આધારે સગીર પૂનામાં જ્યાં રહેતો હતો, તે મકાન માલિકને સગીરને 24 કલાક સાચવવા જણાવ્યું હતું. બીજી તરફ પૂનામાં જ રહેતા પરિવારના સગા સગીરને લઈ લોકલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. નવાપુરા પોલીસે પૂના જઈ 14 વર્ષિય સગીરને લઈ આવી તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીર ઘરેથી 1 લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. મુંબઈ અને પૂનાની ક્લબોમાં તેણે પૈસા વાપર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો