ધરપકડ:વડોદરામાં શાર્પ શૂટર એન્થોનીને ભગાડવામાં મદદ કરનાર સાગરીત સોહેલ સૈયદ ઝડપાયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી સોહેલ સૈયદ - Divya Bhaskar
આરોપી સોહેલ સૈયદ
  • ગત શુક્રવાર સાંજે એન્થોની ફરાર થયો હતો

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ પૂજા માંથી છોટાઉદેપુર પોલીસના જાપ્તામાં રહેલ શાર્પ શૂટર અનિલ ઉર્ફે એનથોની ને ભગાડવામાં મદદ કરનાર સાગરીત સોહેલ સૈયદને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.

ગત શુક્રવાર સાંજે એન્થોની ફરાર થયો હતો
વડોદરા શહેરમાં ગત શુક્રવાર સાંજે છોટાઉદેપુર પોલીસના જાપ્તામાં સારવાર માટે શાર્પ શૂટર એન્થોનીને લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન છોટાઉદેપુર પોલીસના જાપ્તાના કર્મચારીઓ એન્થોનીને લઈને સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ પૂજામાં ગયા હતા. જ્યાં એન્થોની પત્ની અને બહેન તેને મળવા આવ્યા હતા. આ દરમિયાન પોલીસ જાપ્તા ના પી.એસ.આઈને સોહીલ સૈયદ જમવા માટે રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો અને આ તકનો લાભ લઈને એન્થોની હોટલમાંથી ફરાર થઈ ગયો હતો.

એન્થોનીનો હજુ સુધી કોઈ પણ પત્તો નથી
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે અત્યાર સુધીમાં એન્થોનીને કરાર કરવામાં મદદ કરનાર તેની પત્ની અને બહેન સહિત સાત જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એન્થોનીનો હજુ સુધી કોઈ પણ પત્તો નથી.

અન્ય સમાચારો પણ છે...