તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:પોલેન્ડની રાજધાની વોર્સોમાં અભ્યાસ કરતા ગુજરાતના સાગર મહેતાનું કોરોનામાં મોત, અંતિમ ક્ષણે જે નોવેલ વાંચતો હતો એ છાતી પર જ હતી

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાગર મહેતાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સાગર મહેતાની ફાઇલ તસવીર.
 • યુરોપિયન દેશની રાજધાનીમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીના મોતનો સંભવિત પ્રથમ કિસ્સો
 • વડોદરાની યુવતી સાથે સગાઈ કરનાર સાગરનું માસ્ટર્સનું છેલ્લું સબમિશન બાકી હતું

યુરોપિયન દેશ પોલેન્ડની રાજધાની વોર્સોમાં ગુજરાતના સાગર મહેતા (ઉં.વ.29)નું કોરોનામાં મોત નીપજ્યું હતું. કોરોનામાં ત્યાંની યુનિવર્સિટીમાં ભણતા કોઇ ગુજરાતી વિદ્યાર્થી યુવાનનું મોત થયું હોય એવો સંભવત: પ્રથમ કિસ્સો છે. એક અઠવાડિયાની જહેમત બાદ તેનાં પરિવારજનોને પોલેન્ડ જવાની વ્યવસ્થા થઇ શકી છે.

સાગર મહેતા વોર્સો સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરતો હતો. મૂળ ભાવનગરના સાગર મહેતાની સગાઇ વડોદરામાં થઇ હતી. તેના પરિવારના નજીકના અશોકભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે ‘તેને કોરોના થયો ત્યારે પરિવારજનોને જાણ કરી હતી. કોરોનામાંથી રિકવર થવા આવ્યો હતો. તે રૂમમાંથી નીકળતો જ ન હતો અને દવા લઇ રહ્યો હતો. અચાનક જ તેના મૃત્યુ અંગેની જાણ કરાઈ હતી. તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોય એવી શક્યતા છે.’

સાગર અભ્યાસની સાથે સ્થાનિક બીપીઓમાં નોકરી કરતો હતો. તેની બહેન વોર્સોમાં જ ગૂગલ કંપનીમાં જોબ કરે છે. મૃત્યુ બાદ તેની સાથે કામ કરતા 50 ગુજરાતી મિત્રોએ વિશેષ અભિયાન ચલાવીને રૂ.12 લાખ ભેગા કર્યા છે.

જે નોવેલ વાંચતો હતો એ છાતી પર જ હતી
તેના પિતા પ્રશાંતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે ‘તેનો વાંચન પ્રેમ એટલો હતો કે તેના મિત્રે તેને ઉઠાડવાનો પ્રયાસ સવારે કર્યો ત્યારે નોવેલ તેની છાતી પર હતી અને ચશ્માં પણ પહેરેલાં હતાં. તેની એક્ઝામ પૂરી થઇ ગઇ હતી અને મે મહિનામાં તે ભાવનગર આવવાનો હતો.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો