ક્રાઇમ:ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો શેર-અપલોડ કરનારો સદ્દામ ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સદ્દામ શેખની ધરપકડ કરાઈ હતી. - Divya Bhaskar
ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સદ્દામ શેખની ધરપકડ કરાઈ હતી.
  • ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સદ્દામની ઓળખ છતી કરી હતી
  • સદ્દામ શેખના મોબાઇલનો ડેટા બેકઅપ ચેક કરતાં 13 વીડિયો મળી આવ્યા

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 15 વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરનારા ફતેપુરા વિસ્તારના સદ્દામ શેખને શહેર સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજ્યની સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપલાઇનની મોકલાવેલી સીડીમાં ફતેપુરાના શખ્સની સીધી સંડોવણી જણાતાં પોલીસે આઇટી એક્ટ 67(બી) હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વડોદરાનો આ પહેલો કેસ હોવાનું બહાર આવ્યું હતું.

શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એકસ્પોલઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થા દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી માહિતીની ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા દ્વારા આપ લે કરતાં લોકોની માહિતીને એકત્ર કરીને ટીપલાઇન તરીકે અલગ-અલગ દેશમાં મોકલે છે. એનસીઆરબીને મળેલી ટીપલાઇનને રાજ્યમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનોની તપાસ માટે રાજ્યની સીઆઇડી ક્રાઇમની કચેરીએ મોકલવામાં આવે છે.

સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા જે તે શહેરને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનો તે શહેરમાં મોકલાય છે, જેમાં વડોદરાને લગતી ટીપલાઇનની સીડી તાજેતરમાં તપાસ માટે મોકલાઇ હતી. આ સીડીની શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં કુલ 15 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઇનો હતી, જેમાં એક ટીપલાઇનની તપાસ કરતાં તેમાં ફતેપુરાના ભાંડવાડામાં રહેતા સદ્દામ ઇબ્રાહીમ શેખના 2 સિમકાર્ડ હોવાનું જણાઇ આવ્યું હતું અને આ ફોન પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરાયો હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે શકમંદ સદ્દામ શેખને પોલીસ સ્ટેશનમાં બોલાવી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરે છે, તેવો સવાલ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના સોશિયલ મીડિયાના ગ્રૂપમાં આ પ્રકારના વીડિયો આવે છે, પરંતુ તેણે આ વીડિયો તેના ફોનમાંથી ડિલીટ કરી દીધા છે. જેથી પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કરી ડેટા બેકઅપની તપાસ કરતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 13 વીડિયો મળી આવ્યા હતા.

પોલીસે ફોનનો સીડીઆર મગાવતાં સિમકાર્ડ શોયેબ ઐયુબ પઠાણ (રહે.હાથીખાના મન્સૂરી કબ્રસ્તાન પાસે)ના નામે નીકળ્યું હતું. જેથી તેને બોલાવી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, સદ્દામ શેખ તેનો મિત્ર હોવાથી અને તેને સિમકાર્ડની જરૂર હોવાથી અને તેની પાસે પૂરતા ડોક્યૂમેન્ટ ન હોવાથી તેના ડોક્યૂમેન્ટ પરથી સિમકાર્ડ ખરીદ્યું હતું. 14 નવેમ્બરથી આ સિમકાર્ડ તે વાપરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી સોમવારે સદ્દામ શેખને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...