વડોદરા મહેંદી હત્યા કેસ:મહેંદી હત્યામાં સચીનનાં આશ્રયસ્થાનો, સંપર્કોની તપાસ, સચીનનાં બેંક ખાતાંની પણ ચકાસણી થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીઆઇપી રોડ પર દર્શનમ ફ્લેટમાં હિના ઉર્ફે મહેંદીની ઘાતકી હત્યારા સચીન દીક્ષિતના રિમાન્ડ મેળવી પોલીસે વિવિધ મુદ્દા પર તપાસ શરૂ કરી હતી. જેમાં સચીને જ્યાં જ્યાં નોકરી કરી હતી અને અગાઉ તે જે સ્થળે રહેતો હતો તે સહિતનાં સ્થળો પર જઇને પોલીસે તપાસ આદરી હતી. બીજી તરફ સચીનનાં બેંક ખાતાની પણ તપાસ શરૂ કરાઇ હતી.

અગાઉ હિના ઉર્ફે મહેંદીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ આપી હતી કે, સચીન પરિણીત હોવા છતાં તેણે આ બાબત છુપાવી પ્રેમ સંબંધ રાખ્યો છે. જે તે સમયે આ ફરિયાદમાં કોઇ લાલાભાઇ નામની વ્યક્તિ હોવાનું જણાતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. હિનાએ બાળકને જે હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો તેની તપાસ તથા સેન્ટ્રો કારમાં પુત્રને લઇને વડોદરાથી ગાંધીનગર ગયો હતો એટલે તે ક્યાં ક્યાં ગયો હતો તે જગ્યાએ તપાસ પણ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...